Get The App

પતિ - પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીએ આવેશમાં આવી એસિડ પીધુ

પતિને અન્ય મહિલા સાથે સંબંધ હોવાની શંકાએ ઝઘડો થયો હતો

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
પતિ - પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીએ આવેશમાં આવી એસિડ પીધુ 1 - image

વડોદરા,પતિ - પત્ની વચ્ચે ઝઘડો થતા આવેશમાં આવીને  પત્નીએ એસિડ પી લીધું હતું. જે અંગે મકરપુરા પોલીસે પતિ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

 દંતેશ્વર ભરવાડવાસ અનુ સોસાયટીમાં રહેતા લીલાબેન રણછોડભાઇ ભરવાડના લગ્ન ૧૦ વર્ષ પહેલા રણછોડભાઇ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લીલાબેનને શંકા હતી કે, તેમના  પતિને અન્ય મહિલા સાથે આડા સંબંધ છે. જે બાબતે પતિ - પત્ની વચ્ચે ગત ૧૮ મી તારીખે ઝઘડો થયો હતો. પતિએ ઉશ્કેરાઇને પત્નીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી, લીલાબેને એસિડ પી લેતા તેઓની તબિયત બગડી હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે લીલાબેનની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News