વડોદરામાં દારૂના નશામાં છાંકટા બનેલા ઈસમની પાડોશી મહિલા સાથે છેડતી

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
વડોદરામાં દારૂના નશામાં છાંકટા બનેલા ઈસમની પાડોશી મહિલા સાથે છેડતી 1 - image

વડોદરા,તા.29 નવેમ્બર 2023,બુધવાર

દારૂના નશામાં છાંકટા બનેલા પુરુષે પાડોશી મહિલાની છેડતી કરતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. શહેરના જેપી રોડ પોલીસ મથકને વર્ધી મળી હતી કે, એક બહેનની એના પાડોશમાં રહેતા નિલેશ કહાર (રહે. વ્રજ ફ્લેટ, તાંદલજા)એ દારૂના નશામાં મહિલાને બેડ ટચ કરી તેની છેડતી કરી છે. જેથી પોલીસનો સ્ટાફ અહીં દોડી ગયો હતો. જ્યાં નિલેશ કહાર નશાની હાલતમાં જણાતા હતા. પોલીસે તેની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News