ગીયોડમાં દારૃ પીધેલા પિતરાઈ ભાઈનો ભાઈ અને ભત્રીજા ઉપર હુમલો

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
ગીયોડમાં દારૃ પીધેલા પિતરાઈ ભાઈનો ભાઈ અને ભત્રીજા ઉપર હુમલો 1 - image


ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર આવેલા

ગાળાગાળી કરીને વચ્ચે છોડાવવા પડેલાને પણ માર માર્યો : પોલીસને બોલાવતા ગુનો દાખલ કરી ધરપકડ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા પંથકના ગામમાં દારૃ પીને આવેલા પિતરાઈ ભાઈએ ભાઈ અને ભત્રીજા ઉપર હુમલો કર્યાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા ગામમાં રહેતા અને પાન બીડીનો ગલ્લો ચલાવતા દુષ્યંતભાઈ ચંદુભાઈ ભટ્ટ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગઈકાલે રાત્રિના સમયે તેઓ તેમના ઘરે હાજર હતા તે વખતે તેમના ફળિયામાં રહેતા કાકાના દીકરા દિનેશભાઈ મનુભાઈ ભટ્ટના દીકરા સતીશ દ્વારા અચાનક જ જોર જોરથી તેમને ગાળો બોલવા લાગ્યા હતા અને ધમકીઓ આપી હતી. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયો હતો અને મારામારી કરવા લાગ્યો હતો. જેના પગલે કૌટુંબી ભત્રીજો સુમિત કિરણભાઈ ભટ્ટ વચ્ચે પડયો હતો અને આ સતીશ દ્વારા તેને પણ મારવામાં આવ્યો હતો તે દારૃ પીધેલો હોવાથી ગાળો બોલવાની ચાલુ રાખી હતી અને જેના પગલે ત્યાં એકઠા થયેલા લોકોએ વધુ મારમાંથી છોડાવ્યા હતા. ત્યારબાદ ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૃમને ફોન કરવામાં આવતા પોલીસ પહોંચી હતી અને સતીશને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. હાલ આ સંદર્ભે ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે. 


Google NewsGoogle News