નશામાં ધૂત જિમ ટ્રેનરની મધાતે જિમ સંચાલકને ધમકી,મારી પાસે હિસાબ માંગ્યો છે તો મારી નાંખીશ

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
નશામાં ધૂત જિમ ટ્રેનરની મધાતે જિમ સંચાલકને ધમકી,મારી પાસે હિસાબ માંગ્યો છે તો મારી નાંખીશ 1 - image

વડોદરાઃ નિઝામપુરા વિસ્તારમાં જિમ ટ્રેનરે દારૃના નશામાં જિમ સંચાલકને ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે જિમ ટ્રેનર સામે બે અલગ અલગ ગુના નોંધ્યા છે.આ ઉપરાંત જિમ ટ્રેનરની નજીકથી પણ દારૃના નશામાં એક યુવક મળી આવતાં તેની પણ ધરપકડ કરાઇ હતી.

નિઝામપુરામાં કુંજ લક્ઝુરિયસ ખાતે રહેતા અને નાનુભાઇ ટાવરમાં જિમ ધરાવતા નિકુંજ રાજેન્દ્રભાઇ પટેલે પોલીસને કહ્યું હતું કે,મારા જિમમાં ટ્રેનર અને મેનેજમેન્ટ માટે અભય ગંઘાધર પાંડેને રાખ્યો છે.જેથી અવાર નવાર હું તેની પાસે હિસાબ લેતો હોઉં છું.

તા.૧૩મીએ રાતે ૧ વાગે જિમ ટ્રેનરે મને ફોન કરી ગાળો ભાંડતો હતો અને મને જિમ પર આવી જા તેમ કહેતાં હું જિમ પર ગયો હતો.આ વખતે અભય પાંડેએ મને ફરી વાર હિસાબ માંગીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.જેથી ફતેગંજ પોલીસને જાણ કરતાં પોલીસે અભય પાંડે(એગ્રેય નંદ સોસાયટી,છાણી)ની ધમકી આપવાના અને દારૃના ગુનામાં અટકાયત કરી હતી.આ વખતે નજીકમાં યુનુસખાન સલીમખાન પઠાણ(શુક્લનગર,ન્યુ સમા) પણ દારૃના નશામાં મળી આવતાં પોલીસે તેની સામે પણ કેસ કર્યો હતો.


Google NewsGoogle News