Get The App

વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે રાતે પીધેલા કાર ચાલકે ટ્રાફિકની છત્રી, સિગ્નલ અને ડિવાઇડર તોડી નાખ્યાં

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે રાતે પીધેલા કાર ચાલકે ટ્રાફિકની છત્રી, સિગ્નલ અને ડિવાઇડર તોડી નાખ્યાં 1 - image


Vadodara Drink and Drive : વડોદરાના કાલાઘોડા વિસ્તારમાં કઈ મધરાત બાદ કારમાં ચાર મિત્રો નીકળ્યા હતા ત્યારે નશામાં ચૂર કાર ચાલકે ટ્રાફિક સિગ્નલ તોડી નાખી છત્રી ઢસડી જતાં પોલીસે એક સગીરને છોડી બાકીના ત્રણ સામે કાર્યવાહી કરી હતી. 

વડોદરામાં કાલાઘોડા નજીકથી રાત્રે ત્રણેક વાગે વારસિયાનો રવિ દેવજાણી તેના મિત્રો સાથે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે કાલાઘોડા ટ્રાફિક સર્કલ પાસે સ્ટિઅરિગ પરનો કાબુ ગુમાવતા કારે ટ્રાફિક પોલીસની છત્રી તેમજ સિગ્નલ તોડી નાખ્યા હતા. છત્રી 50 ફૂટ જેટલી દૂર ઢસડી ગયો હતો અને ડિવાઇડર સાથે અથડાતા ડિવાઈડર પણ તૂટી ગયું હતું.

બનાવની જાણ થતા સયાજીગંજ પોલીસ દોડી આવી હતી અને કાર ચાલક રવિ વિમલદાસ દેવજાણી (દાજી નગર, વારસિયા), આકાશ ભગવાનનો દાસ લાલવાણી (ક્રિષ્ના ડુપ્લેક્સ વિભાગ-1, હરણી વારસિયા રીંગ રોડ) અને ધર્મેશ ઇન્દ્રકુમાર સચદેવ (ઓલ્ડ આરટીઓ ,સાઈનાથ એપાર્ટમેન્ટ, વારસિયા) ની ધરપકડ કરી હતી. જ્યારે એક સગીરને જવા દેવાયો હતો. પોલીસે કારમાંથી પાણીની બોટલમાં ભરેલો 50 એમ.એલ દારૂ પણ કબજે કર્યો હતો.


Google NewsGoogle News