વડોદરામાં રણોલીના ફ્લેટમાંથી 40 ગ્રામ હેરોઈન સાથે પેડલર પકડાયો

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
વડોદરામાં રણોલીના ફ્લેટમાંથી 40 ગ્રામ હેરોઈન સાથે પેડલર પકડાયો 1 - image


Drug Peddler Caught in Vadodara : વડોદરાના રણોલી વિસ્તારના એક ફ્લેટમાંથી પોલીસે દરોડો પાડી 40 ગ્રામ હેરોઈન સાથે ડ્રગ પેડલરને ઝડપી પાડ્યો છે. 

રણોલીની અક્ષર રેસીડેન્સીના ફ્લેટમાં રહેતો બાઝસિંગ સરદાર ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની વિગતો મળતા એસઓજીની વોચ રાખી હતી. ગઈ મોડી સાંજે પોલીસે ફ્લેટમાં દરોડો ઉપાડતા રૂ.1.58 લાખની કિંમતનું 40 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું.

પોલીસે બાઝસિંગની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે ગોળગોળ જવાબો આપ્યા હતા. જેથી તેની સામે ગુનો નોંધી રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. ડ્રગ્સ પેડલર ઉપરોક્ત સ્થળે ભાડાના ફ્લેટમાં પરિવાર સાથે રહેતો હતો. જેથી પોલીસે મકાન માલિકનો પણ જવાબ લેવાની તજવીજ હાથ ધરી છે. 

બાઝસિંગ કેટલા સમયથી અને કોની પાસે ડ્રગ્સ લેતો હતો તેમજ કોને કોને આપતો હતો તેની માહિતી મેળવવા માટે પોલીસે મોબાઈલની કોલ ડિટેલ મંગાવી છે.


Google NewsGoogle News