વડોદરાનું પંજાબ સાથે ડ્રગ્સ કનેક્શન, દશરથ ખાતેથી હિરોઈન પકડાયું

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
વડોદરાનું પંજાબ સાથે ડ્રગ્સ કનેક્શન, દશરથ ખાતેથી હિરોઈન પકડાયું 1 - image

વડોદરા,તા.7 ઓક્ટોબર 2023,શનિવાર

વડોદરાના દશરથ ખાતે એક ફ્લેટમાં ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું હોવાની વિગતોને પગલે એસઓજીએ દરોડો પાડી પાડી મૂળ કરતારપુરના ડ્રગ્સ પેડલરને હિરોઈન સાથે ઝડપી પાડ્યો છે.

વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી પંજાબથી ડ્રગ્સ લાવીને વેચવામાં આવી રહ્યું હોવાના કિસ્સાઓ બની રહ્યા છે. દશરથ ખાતે સુરમ્ય હાઈટ્સમાં રહેતો કુલદીપસિંગ રંધાવા આવી જ રીતે કારમાં ડ્રગ્સ લાવીને વેચાણ કરતો હોવાની વિગતોને પગને એસોજીની ટીમે વોચ રાખી હતી.

ગઈ મોડી સાંજે પોલીસે દરોડો પાડતા મકાનમાંથી રૂ 5.15 લાખની કિંમતનું 103 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. પોલીસે તેની કાર ઉપરાંત ડિજિટલ વજન કાંટો અને મોબાઈલ પણ કબજે કર્યા હતા.

મૂળ પંજાબના કરતારપુર ખાતેના વતની કુલદીપ સિંગ ગુરુ દયાલસિંગ રંધાવા ઉર્ફે બીટ્ટુ સરદારની પૂછપરછ દરમિયાન ડ્રગ્સનો જથ્થો પંજાબનો પીલુ નામનો સપ્લાયર આપતો હોવાની વિગતો ખૂલી છે. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી પંજાબ પોલીસની મદદ લેવા તજવીજ કરી છે.


Google NewsGoogle News