આસોજ પાસે ટ્રકની કેબિનમાં જ ડ્રાઇવરનું હાર્ટએટેકથી મોત

ટ્રકમાં ઊંઘી ગયેલો ડ્રાઇવર સવારે જાગ્યો જ નહી

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
આસોજ પાસે ટ્રકની કેબિનમાં જ ડ્રાઇવરનું હાર્ટએટેકથી મોત 1 - image

વડોદરા, તા.13 શિનોર તાલુકાના માંજરોલ ગામમાં રહેતાં મહેન્દ્રસિંહ સજાલસિંહ ગોહિલ (ઉ.વ.૫૩) ટ્રાન્સપોર્ટનો માલ ટ્રકમાં ભરીને વડોદરા નજીક આસોજ પાસે આવેલી એક કંપનીમાં ખાલી કરવા માટે ગયા  હતાં. આખો દિવસ ટ્રક લાઇનમાં ઊભી રહેવા છતાં ટ્રક ખાલી થઇ ન  હતી જેથી મહેન્દ્રસિંહ ટ્રકની કેબિનમાં જ ઊંઘી ગયા હતાં. દરમિયાન સવારે ટ્રક ખાલી કરવા માટે કંપનીના સ્ટાફના માણસો કહેવા માટે ગયા ત્યારે મહેન્દ્રસિંહ ઊંઘમાંથી જાગ્યા જ ન હતાં જેથી કંપનીના એચઆર, ટ્રકના માલિકને જાણ કરતાં તેઓ સ્થળ પર આવી ગયા  હતાં. આ વખતે ડોક્ટરની તપાસમાં મહેન્દ્રસિંહનું હાર્ટએટેકથી ટ્રકની કેબિનમાં જ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.  આ અંગે મૃતકના પુત્ર અમિતસિંહે પોલીસને જાણ કરી હતી.




Google NewsGoogle News