Get The App

હાઇ વે પર પાર્ક ટ્રેલર પાછળ કેમિકલ પાવડર ભરેલી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઇવેના ટોલ નાકા પાસે સર્જાયો અકસ્માત

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
હાઇ વે પર પાર્ક ટ્રેલર પાછળ કેમિકલ  પાવડર ભરેલી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત 1 - image


વડોદરા : રાજસ્થાનથી અમદાવાદ તરફ જઇ રહેલી કેમિકલ પાવડર ભરેલી ટ્રક આજે વહેલી સવારે વડોદરા નજીક હાઇવે પર પાર્ક કરેલા ટ્રેલર પાછળ ઘુસી જતાં ટ્રક ચલાવરનાર ડ્રાઇવરનુ મોત થયુ હતું જ્યારે ક્લિનર ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો જેની સારવાર એસએસજી હોસ્પિટલમાં ચાલી રહી છે.

ટ્રેનની બોગીની ચેસીસ લઇને અમદાવાદ તરફ જતાં ટ્રેલરમાં ડિઝલ ખુટી જતાં પાર્ક કર્યુ હોવાની કેફિયત, ક્લિનર ઇજાગ્રસ્ત


પ્રાપ્ત વિગતો અનુસાર આ અકસ્માત વડોદરા નેશનલ હાઇવે પર એક્સપ્રેસ હાઇવેના ટોલનાકા પાસે સર્જાયો હતો. ટ્રેનની બોગીની ચેસીસ લઇને સુરત તરફથી આવેલ ટ્રેલર અમદાવાદ તરફ જઇ રહ્યું હતું દરમિયાન આ ટ્રેલરને એક્સપ્રેસ હાઇવેના ટોલનાકા પાસે પાર્ક કરી દેવાયુ હતુ તે સમયે કેમિકલ પાવડર ભરીને રાજસ્થાનથી અમદાવાદ તરફ જતી ટ્રક આ ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાઇ હતી. દુર્ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટ્રકની હાલત જોઇને ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો.  ફાયરના સ્ટાફે ઘટના સ્થળે આવીને રેસક્યૂ શરૃ કર્યુ હતું.

ગંભીર ટ્રકનો ક્લિનર શેર મહંમદ (ઉ.૧૮, રહે. જૈસલમેર, રાજસ્થાન)ને કેબિનમાંથી કાઢીને તેને એસએસજી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો જ્યારે કેબિનમાં ફસાયેલા ડ્રાઇવર મઠારખાન(ઉ.૨૬, રહે. જૈસલમેર, રાજસ્થાન)ને કાઢતા ફાયર બ્રિગેડને દોઢ કલાકનો સમય લાગી ગયો હતો. જો કે તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયુ હતું. આ અકસ્માતને પગલે અમદાવાદ વડોદરા અને વડોદરા મુંબઇ હાઇવે પર બન્ને તરફ ૫ કિ.મી.નો ટ્રાફિક જામ લાગી ગયો હતો. બે કલાક બાદ ટ્રાફિકજામ હળવો થયો હતો.


Google NewsGoogle News