કરજણથી ડભોઇ એસટી બસમાં દારૂ પીધેલી હાલતમાં ડ્રાઇવર ઝડપાયો

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
કરજણથી ડભોઇ એસટી બસમાં દારૂ પીધેલી હાલતમાં ડ્રાઇવર ઝડપાયો 1 - image

image : Freepik

Drunk Driver of GSRTC Bus : વડોદરા જિલ્લામાં કરજણથી ડભોઇ તરફ જતી એસટી બસનો ડ્રાઇવર દારૂ પીધેલો હોવાની ફરિયાદ મળી હતી. જેના પગલે બપોરે એસટી બસ કરજણથી ડભોઇ આવી ત્યારે તેના ડ્રાઇવર મુકેશ મતાભાઈ બારીયા (રહે. કંથાગર ગામ તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ) ને ઓફિસમાં બોલાવી તેનું બ્રેથ એનેલાઇઝરથી ચકાસણી કરતા તે પોઝિટિવ આવ્યું હતું. જેથી એસટી બસના ડ્રાઈવરે નશો કર્યો હોવાનું ફલિત થયું હતું.

આ અંગે ડભોઇ એસટી ડેપોના જુનિયર આસિસ્ટન્ટ પ્રવીણ બેચરભાઈ તડવીએ ડેપો મેનેજરની સુચનાથી એસટી બસના ડ્રાઇવર મુકેશ બારીયાને ડભોઇ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો હતો અને તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગે ગુનો દાખલ કરાવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે કરજણથી ડભોઇ જતી એસટી બસમાં ડ્રાઇવરે નશો કર્યો હોવાની ફરિયાદ ઓનલાઈન મળી હતી જેના આધારે વિભાગીય નિયામક વડોદરા દ્વારા તપાસ કરવા જણાવવામાં આવ્યું હતું.


Google NewsGoogle News