આરટીઓના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે ડ્રાઇવઃસપ્તાહમાં 226 મેમા

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
આરટીઓના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે ડ્રાઇવઃસપ્તાહમાં 226 મેમા 1 - image


ઇન્સ્પેક્ટરોની ટીમનું અલગ અલગ પોઇન્ટ ઉપર ચેકીંગ

પરમીટ,ઇન્સ્યોરન્સ,ઓવરસ્પિડીંગરોગ સાઇડ ડ્રાઇવીંગ-પાર્કિંગ સહિતના કેસ કરી સાડા પાંચ લાખ રૃપિયાનો દંડ

ગાંધીનગર :  માર્ગ સલામતીને ધ્યાને રાખીને આરટીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે લાલ આંખ કરી છે. ખાસ ડ્રાઇવ શરૃ કરીને આવા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને ઓવરસ્પિડીંગ તથા રોંગસાઇડ ડ્રાઇવીંગ અને પાર્કિંગના કિસ્સામાં મેમા આપવામાં આવી રહ્યા છે સાથે સાથે પરમીટ કે ઇન્સ્યોરન્સ સહિત વાહનના કાગળીયા ક્લિયર ન હોય તે માટે પણ ડ્રાઇવ ચલાવી કેસ કરવામાં આવી રહ્યા છે.

પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં આ પ્રકારે ઝુંબેશ ચલાવીને અવેરનેસ લાવવાની સાથે દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે ત્યારે આરટીઓ દ્વારા નિયમિત રીતે ઇન્સ્પેક્ટરોની ટીમ બનાવીને રોડ ઉપર ઉભા કરવામાં આવેલા પોઇન્ટે ચેકીંગ કરીને વાહનને લગતા વિવિધ નિયમોનું પાલન નહીં કરતા વાહનમાલિકોને દંડ ફટકારવામાં આવે છે. છેલ્લા એક સપ્તાહથી આ ડ્રાઇવ વધુ સઘન બનાવવામાં આવી છે, ગત સપ્તાહ દરમ્યાન આરટીઓ દ્વારા કુલ ૨૨૬ જેટલા તો કેસ કરવામાં આવ્યા છે.જેમની પાસેથી સાડા પાંચ લાખનો દંડ પણ વસુલાયો છે. જેમાં ફક્ત ઓવર સ્પિડિંગના જ કેસ ૧૨૬ કરવામાં આવ્યા છે. રોડ ઉપર ઓવર સ્પિડમાં દોડતા વાહનોને ઉભા રાખીને તેમને મેમા આપવામાં આવી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને એસજી હાઇવે ઉપર અને ચિલોડા ચાર રસ્તા પાસે ઓવરસ્પિડથી વાહનો વધુ દોડતા હોવાનું ધ્યાને આવ્યું છે

પરમીટ ન હોય, ઇન્સ્યોરન્સ ન હોય તથા વાહનોના યોગ્ય કાગળિયા ન હોય તેવા કિસ્સામાં પણ મેમા આપીને દંડ કરવામાં આવી રહ્યો છે. તો બીજીબાજુ રોંગ સાઇડ વાહન ચલાવતા વાહનચાલકોને પણ દંડ ફટકારાયો છે તથા રોગ પાર્કિગંના કેસ પણ કરવામાં આવી રહ્યા છે. આગામી તા.૨૫મી ઓગ્સ્ટ સુધી આ ડ્રાઇવ ચલાવવામાં આવશે.



Google NewsGoogle News