દૂધવાળા મહોલ્લામાં ડ્રેનેજ મિશ્રિત પીવાનું પાણી મળે છે
ચોકઅપ થયેલી ડ્રેનેજ લાઇનોની સફાઇ થતાં પીવાના પાણીને અસર
વડોદરા,વડોદરા શહેરના વોર્ડ નં.૧૩ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા કાયમી થઇ ગઇ છે. આ વોર્ડના ઘણા વિસ્તારોમાં વહીવટી તંત્રની બેદરકારીના લીધે ફરિયાદનો યોગ્ય સમયે નિકાલ ન થવાના કારણે આ સ્થિતિ થઇ છે.
વોર્ડ નંબર ૧૩માં ન્યાયમંદિરની બાજુમાં દૂધવાળો મહોલ્લો છે. ખૂબ જ ગીચ વસ્તી ધરાવે છે. ત્યાંની ફરિયાદને ગંભીરતાથી નહીં લેવાના લીધે ત્યાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. આજે સ્થળ તપાસ કરી ધ્યાન દોર્યું ત્યારે અધિકારીઓએ કામગીરી ચાલુ કરેલ છે. હકીકતમાં આવી ફરિયાદોને તંત્રે ગંભીરતાથી લેવી જોઇએ. આ વોર્ડ વિસ્તારમાં દિવસેને દિવસે ગંદા પાણીની ફરિયાદમાં વધારો થતો રહે છે. લાઇનની સફાઇ યોગ્ય રીતે નહીં થવાના લીધે આ સમસ્યા થઇ છે. વહીવટી તંત્રે યોગ્ય સંકલન કરીને આવી ચોકઅપ થયેલી ડ્રેનેજ લાઇનોની યોગ્ય સફાઇ કરાવવી ખૂબ જરૃરી છે તેમ વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરે કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે.