VIDEO: વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે ટહેલતા શ્વાનનો શિકાર, મગરની તરાપ કેમેરામાં કેદ

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
VIDEO: વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે ટહેલતા શ્વાનનો શિકાર, મગરની તરાપ કેમેરામાં કેદ 1 - image


Vadodara News : વડોદરાની માધ્યમથી શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વર્ષોથી મગર અને કાચબાનો વસવાટ છે. જો કે હવે આસપાસ વસ્તી થઈ જતા નદીમાં કચરો અને દૂષિત છોડાતા પાણી અને ગંદકીને કારણે આ જીવો પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે વિશ્વામિત્રી નદીમાં ભાગ્યે જ જોવા મળતો મગરના હુમલાનો વીડિયો સામે આવ્યો છે. વહેલી સવારે મગરે નદી કિનારે આવેલા એક શ્વાનને પોતાનો શિકાર બનાવી લીધો હતો.

વડોદરાના પ્રતાપગંજ ગણેશનગર ઝૂંપરપટ્ટી નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આ ઘટના બની હતી. અહીં એક મહાકાય મગરે નદી કિનારે આવેલા એક શ્વાનને તરાપ મારી પોતાનો કોળિયો બનાવી દીધો હતો. એક સ્થાનિક યુવકે મોબાઈલમાં આ ઘટના કેદ કરી હતી. મહત્ત્વનું છે કે, વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન છે. હાલમાં વડોદરા સ્માર્ટ સિટીની આડમાં વિશ્વામિત્રીને ગટર બનાવી દીધી છે. નદીમાં આપણે બેફામ કચરો નાખી રહ્યા છે, જેના કારણે નદીમાં વસવાટ કરતા 300થી વધારે મગર, ત્રણ પ્રજાતિના વસવાટ કરતા કાચબા તેમજ પક્ષીઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે.

નોંધનીય છે કે, વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને તેમાં વર્ષોથી વસવાટ કરતા મગરો વડોદરાવાસીઓને મળેલી ભેટ છે. જો કે માણસોની દખલગીરીને કારણે આજે બંને વિકટ પરિસ્થિતિમાં મૂકાઈ ગયા છે. શિયાળો પૂરો થતા મગરનો પ્રજનન કાળ શરૂ થાય છે. ત્યારબાદ માર્ચથી જૂન મધ્ય સુધી ઈંડા મૂકવાનો સમય હોય છે. આ દરમિયાન મગર પોતાનું આશ્રય સ્થાન, ઈંડા અને બચ્ચાને બચાવવા માટે માનવ પર હુમલો કરતા જ હોય છે. એટલે માણસોએ આ સમયગાળા દરમિયાન મગર સાથે કોઈપણ પ્રકારના અટકચાળા ન કરવા જોઈએ. 

જુઓ VIDEO : સુરતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ઘરમાં પાણી ઘૂસ્યાં, રોડ-રસ્તા જાણે બેટમાં ફેરવાયા

આ પણ વાંચો : પુત્રને છોડી દેવા મુદ્દે પુત્રની માતા-પ્રેમિકા વચ્ચે મારામારી : મામલો બિચકતા સામસામે ફરિયાદ

  VIDEO: વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે ટહેલતા શ્વાનનો શિકાર, મગરની તરાપ કેમેરામાં કેદ 2 - image



Google NewsGoogle News