Get The App

વડોદરા પાસેના મંડાળા ગામે 150 ફૂટ ઊંડા કૂવામાંથી જાનની બાજી લગાવી કૂતરાનું રેસ્ક્યૂ

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
વડોદરા પાસેના મંડાળા ગામે 150 ફૂટ ઊંડા કૂવામાંથી જાનની બાજી લગાવી કૂતરાનું રેસ્ક્યૂ 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં જીવદયાનો એક ઉમદા કિસ્સો બહાર આવ્યો છે.જેમાં કાર્યકરે કૂતરાને બચાવવા માટે પોતાનો જાન જોખમમાં મૂક્યો હતો.

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના મંડાળા ગામે આવેલા એક ખેતરમાં ગઇકાલે રાતે કૂતરો ખાબક્યો હતો.વહેલી સવારે કૂતરાનો રડવાનો અવાજ સાંભળીને લોકો ભેગા થઇ ગયા હતા.

કૂવો ૧૫૦ જેટલો ઊંડો અને પાણી પણ ભરેલું હોવાથી અંદર ઉતરી શકાય તેમ નહતું. જેથી કોઇ ગ્રામજને પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને જાણ કરી  હતી.મિતેષ પટેલ નામના જીવદયા કાર્યકર સુરક્ષાની પુરી તકેદારી રાખી દોરડા વડે નીચે ઉતર્યા હતા.દોઢ કલાકની જહેમત બાદ કૂતરાને સુરક્ષિત રીતે બહાર કાઢી બાજુના ખેતરમાં છોડવામાં આવ્યો હતો.


Google NewsGoogle News