પાણી ન મળતા દિવાળીની સફાઇનું કામ અટકયું

નવાયાર્ડ વિસ્તારમાં લો પ્રેશરથી પાણી મળતાં લોકોમાં ભારે રોષ

પાણી પ્રશ્ને ધરણાની ચીમકી આપતા તંત્ર દોડતું થયુંઃ ભૂગર્ભ વાલ્વનો ફોલ્ટ મળ્યો

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
પાણી ન મળતા દિવાળીની સફાઇનું કામ અટકયું 1 - image

વડોદરા.દિવાળીનો તહેવાર નજીકમાં છે અને ઘર સફાઇ કામ માટે પાણીની જરુર વધી રહેતી હોય છે, તેવા સમયે શહેરના ટીપી-૧૩, નવાયાર્ડ વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસથી લો પ્રેશરથી પાણી મળતાં લોકોમાં રાડ પડી ગઇ છે.

લોકોએ પાણી પ્રશ્ને રજૂઆત કરતા સ્ટાફે એકબીજા પર જવાબદારી નાખવાનું શરુ કરતા છેવટે વોર્ડ નં.૧ના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરે ટાંકી પર જ ધરણા કરવાની ચીમકી આપી હતી. જો કે સફાળા થયેલા પાણી પુરવઠા વિભાગના સ્ટાફે ટાંકી ખાતે જઇને તપાસ કરતા અંડર ગ્રાઉન્ડ વાલ્વમાં બોલ્ટ ઢીલા થયેલા જણાયું હતું અને તેના કારણે ઉપરથી ચાવી ખોલતી વખતે વાલ્વ પુરો ખૂલતો નહતો અને લોકોને પાણી મળતું ન હતું. રામવાડી, જાદવપાર્ક, આશાપુરી, અમરપાર્ક, સત્યનારાયણ સહિતની ૧૫ થી વધુ સોસાયટીના ૧૫૦૦ ઘરે સાંજના ઝોનમાં પાણીની બુમ ઉઠતાં લોકો દિવાળીનું કામ કરી શકયા નથી. દિવસભર પાણીનું પ્રેશર સુધરશે, તેવી ધારણા છે.


Google NewsGoogle News