Get The App

ડિવોર્સીના ન્યૂડ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા

જલંધરના યુવાને લગ્નની ના પાડી લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનું કહેતા ડિવોર્સીએ સંબંધ તોડી નાંખ્યા હતા

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
ડિવોર્સીના ન્યૂડ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા 1 - image

 વડોદરા,ડિવોર્સીને લગ્નની લાલચ આપી જલંધરના યુવાને તેના ન્યૂડ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ યુવાને લગ્નની ના પાડતા ડિવોર્સીએ સંબંધ તોડી નાંખ્યા હતા. જેથી, યુવાને ડિવોર્સીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયાના ગૃપમાં વાયરલ કરી દીધા  હતા.  જે અંગે  માંજલપુર પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે.

શહેરની ૩૬ વર્ષની ડિવોર્સીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જે લોકોને વજન ઉતારવું હોય તેઓને હું સોશિયલ મીડિયા પર તથા ફોન પર સલાહ આપતી હતી. ઓક્ટોબર - ૨૦૨૨માં જલંધરમાં વાલ્વ બનાવવાની કંપનીમાં કામ કરતા બલજીંદરસિંઘ મનોહરલાલ સિંઘ  ( રહે. પઠાણ કોટ બાયપાસ, જલંધર, પંજાબ) સાથે ઓળખ થઇ હતી. તેની સાથે બિઝનેસ માટે વાત થતી હતી. દરમિયાન તેણે મને કહ્યું કે,  હું તમને  પસંદ કરૃં છું. તેને મારી સાથે લગ્નની વાત કરી  હતી. તેણે મને કહ્યું કે, લગ્ન પહેલા એકબીજાને જાણવા અને આ સંબંધને થોડો સમય આપવો જોઇએ. હું ઓગસ્ટ - ૨૦૨૩ માં પંજાબ ગઇ હતી. અમે અમૃતસર ગોલ્ડન ટેમ્પલ નજીક એક  હોટલમાં રોકાયા હતા. ત્યાં તેણે ત્રણ વખત મારી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. એક વખત અકુદરતી સેક્સ પણ કર્યુ હતું. બીજે દિવસે જલંધર ગયા હતા. તેના માતા,પિતા અને મોટા ભાઇ સાથે મારી મુલાકાત કરાવી હતી. ત્યારબાદ  હું વડોદરા આવી ગઇ હતી. ત્યારબાદ વોટ્સએપ પર ન્યૂડ થઇને વાતચીત કરવાનું કહેતા મેં ના પાડી  હતી. તેના વારંવાર કહેવાથી મેં ન્યૂડ થઇને વાતચીત કરી હતી. થોડા દિવસ પછી તેણે મને કહ્યું કે, મારા પરિવારના સભ્યો લગ્ન કરવાની ના પાડે છે. તું મારી સાથે લિવ - ઇનમાં રહે. પરંતુ, મેં ના પાડી દીધી હતી. તેણે મારા ન્યૂડ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. ત્યારબાદ અલગ - અલગ નંબર પરથી મને ન્યૂડ ફોટા અને વીડિયો મોકલી  મારી પાસે સેક્સની માંગણી કરવામાં આવતી હતી. તપાસ કરતા મને જાણ થઇ હતી કે, મારા નામનો ઉપયોગ કરીને ટેલિગ્રામ પર ગૃપ બનાવવામાં આવ્યું હતું. તેમાં મારા વીડિયો અને ફોટા વાયરલ થઇ રહ્યા છે. અત્યારસુધી ૧૦૦ થી વધુ લોકોના નંબરથી મને વોટ્સએપ પર મેસેજ આવ્યા છે. બલજીંદરે સ્ક્રીન રેકોર્ડિંગ કરી વીડિયો ઉતારી લીધા હતા.પોલીસે બલજીંદરસિંઘને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News