છૂટાછેડા આપનાર મહિલા અને તેના બીજા પતિને માર મારી અપહરણ
મહિલાના પિયરવાળા તથા સાસરીવાળાને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડયા
વડોદરા,પતિ સાથે મતભેદ થતા મહિલાએ છૂટાછેડનો કેસ કર્યો હતો. અને વડોદરામાં પ્રેમી સાથે લગ્ન કરીને પત્ની તરીકે રહેતી હતી.પરંતુ, મહિલાના પિયરવાળા તથા સાસરીવાળા તેનાથી ખુશ નહતા. તેના કારણે તેઓએ બંનેને ઉઠાવી જવાની કોશિશ કરી હતી.
વડોદરામાં રહેતી મહિલાને પતિ સાથે મતભેદ થતા તેણે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. દરમિયાન મહિલા વડોદરામાં તેના પ્રેમી સાથે રહેવા આવી ગઇ હતી. બંનેએ લગ્ન કરી લીધા હતા. જેની જાણ મહિલાના પરિવારને થતા પરિવારજનો અને જૂના સાસરિયાઓ ગત તા.૧૩મી ના રોજ સાંજે સવા છ વાગ્યે ગાડી લઇને વડોદરા આવી પહોંચ્યા હતા. અને વડસર વિસ્તારમાં રહેતી મહિલા અને તેના પ્રેમીને માર મારી કારમાં ઉઠાવી ગયા હતા. જે અંગે મહિલાએ એક નાગરિકે કંટ્રોલ રૃમમાં કોલ કર્યો હતો. જેના પગલે માંજલપુર પોલીસ એલર્ટ થઇ ગઇ હતી. અને ચારે તરફ ગાડીઓ દોડાવી હતી. અને અપહૃતોને છોડાવ્યા હતા. પોલીસ તમામને પોલીસ સ્ટેશન લઇ આવી હતી. પોલીસે સમાધાનના પ્રયાસો કર્યા હતા. પરંતુ, સમાધાન નહીં થતા પોલીસે મહિલાની ફરિયાદના આધારે (૧) મુકેશ શાંતિલાલ લબાના (૨) પંકજ કિર્તનભાઇ લબાના (૩) લોકેશ પોપટભાઇ લબાના (૪) ફતેસિંહ ગજેન્દ્રકુમાર લબાના (૫) જામુબેન હિતેન્દ્રભાઇ લબાના ( તમામ રહે. બાકડા ગામ, ડુંગરપુર, રાજસ્થાન) (૬) ગોરધનભાઇ પુજાભાઇ લબાના (૭) મહેન્દ્ર છગનભાઇ લબાના (૮) રમેશ નાનુરામ લબાના (૯) બાધરસિંહ મગનભાઇ લબાના (૧૦) હિતેન્દ્ર બાધરસિંહ લબાના તથા (૧૧) જીજ્ઞોશભાઇ બાધરસિંહ લબાના ( તમામ રહે. ડીંટવાસ, તા.કડાણા, જિ.મહીસાગર) તથા અન્ય આઠથી નવ લોકો સામે અપહરણનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.