દહેગામ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
દહેગામ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી 1 - image


ગિફ્ટ સીટી આજે આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવાનું કેન્દ્ર : વિધાનસભા અધ્યક્ષ

ગાંધીનગર : ૭૫ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગાંધીનગરનાં  દહેગામ ખાતે કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી, સલામી આપી હતી. તેમણે ભારતની આઝાદી માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા નામી અનામી સ્વાતંત્ર્યવીરોને શ્રદ્ધાસુમન પણ અર્પણ કરી નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

દહેગામ ખાતે ઉજવાયેલા કાર્યક્રમમાં બંધારણના ઘડવૈયાઓને પણ આજના દિવસે યાદ કરી, વંદન કરીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષએ જણાવ્યું હતું કે, ભારતના દરેક નાગરીકે યાદ રાખવુ જોઇએ કે તે ભારતીય છે અને તેને દરેક અધિકાર છે, પરંતુ ચોકકસ ફરજો સાથે. ભારત દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. આજના દિવસે જ આપણાં દેશમાં વિશ્વની સૌથી મોટી લોકશાહીનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું.  આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇએ સદા પર્યાવરણ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. તેમના વિચારોના પરિપાકરૃપે સમગ્ર દેશમાં ક્લાઇમેટ ચેંજ વિભાગ શરૃ કરનાર ગુજરાત દેશમાં સૌ પ્રથમ રાજ્ય રહ્યું હતું. ભારત હાલ સમગ્ર વિશ્વમાં નેનો યુરિયા બનાવવાવાળો સૌ પ્રથમ દેશ બની ચૂક્યો છે.

વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ ના સફળ આયોજન દ્વારા ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રે નવતર આયામો સર કર્યા છે. અમૃત કાળની વાઇબ્રન્ટ સમિટમાં ૩૫ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા અને ૪૫ લાખ કરોડથી વધુના રોકાણો માટે એમ.ઓ.યુ.ની ઐતિહાસિક સિદ્ધિ ગુજરાતે હાંસલ કરી છે. માટી બચાવવા અને માનવજાતનું આરોગ્ય સાચવવા પ્રાકૃતિક ખેતી અપનાવી સમયની માંગ છે. નારી ગૌરવ નીતિ અમલમાં મૂકનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ગુજરાતની મહિલાઓ અને બાળકોની ઉજ્જવળ આવતીકાલના નિર્માણ માટે આપણે કટીબધ્ધ છીએ. મહિલાઓની ભાગીદારી રાજનીતિ ક્ષેત્રમાં વધે તે માટે રાષ્ટ્રીય બાલિકા દિવસે વિધાનસભામાં તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરની ગિફ્ટ સીટી વૈશ્વિક કક્ષાના નાણાંકીય હબમાં પરિવતત થયું છે. ગિફ્ટ સીટી દેશ અને રાજ્યના આથક વિકાસનું એક મહત્વનું કેન્દ્ર બની રહેશે.આ પ્રસંગે ઉમદા કામગીરી કરનાર અધિકારીઓ, કર્મયોગીઓ, ખેલાડીઓ અને નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લાના વિવિધ વિકાસ કામોની ઝાંખી કરાવતી જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરાયેલી વિકાસ વાટીકા પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News