Get The App

ન્યૂઝીલેન્ડ સુપ્રીમ કોર્ટમાં પણ સોખડાના બે સંતોનો વિવાદઃ પ્રબોધ સ્વામી જૂથનો વિજય

હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક વારસદારના મુદ્દે સવા બે વર્ષ પહેલા પિટિશન દાખલ થઇ હતી

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
ન્યૂઝીલેન્ડ સુપ્રીમ કોર્ટમાં પણ સોખડાના બે સંતોનો વિવાદઃ પ્રબોધ સ્વામી જૂથનો વિજય 1 - image

વડોદરા,ન્યૂઝીલેન્ડની સુપ્રીમ કોર્ટમાં યોગી ડિવાઇન સોસાયટી ન્યૂઝીલેન્ડના સંચાલન, વહીવટ તેમજ ત્યાંના સત્સંગ કેન્દ્ર માટે ડિસેમ્બર - ૨૦૨૧ માં એક પિટિશન ન્યૂઝીલેન્ડની હાઇકોર્ટમાં દાખલ થઇ હતી. ત્યારબાદ આ કાનૂની લડત ન્યૂઝીલેન્ડની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી. લગભગ સવા બે વર્ષ સુધી ચાલેલા આ કેસમાં અંતે હરિપ્રબોધમ જૂથના સત્સંગીઓનો વિજય થયો છે. બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા  પછી દલીલો અને  પુરાવાઓના મૂલ્યાંકનના અંતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. 

આ અંગેની વિગત એવી છે કે,  હરિધામ સોખડાના પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીના પરલોકગમન  પછી  હરિપ્રસાદ સ્વામીની આધ્યાત્મિક વારસાઈ માટે  બે વરિષ્ઠ સંતો વચ્ચે  ભારે વાદવિવાદ અને કાનૂની લડાઈ શરૃ થઇ હતી. વડોદરા કોર્ટમાં પણ આ અંગે પિટિશન દાખલ થઇ હતી.  આ લડાઇ વડોદરા અને ભારત સુધી સીમિત નહીં રહેતા  વિદેશમાં પણ પહોંચી ગઇ હતી. વિદેશમાં પણ આ બંને જૂથ દ્વારા કોર્ટ કેસ કરવામાં આવ્યા હતા. જે પૈકી એક કેસ ન્યૂઝીલેન્ડની સુપ્રીમ કોર્ટમાં સોખડાના પ્રેમ સ્વરૃપસ્વામી જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક વારસ અમે છીએ. જે દાવો લગભગ સવા બે વર્ષ સુધી ચાલ્યો હતો. પ્રેમ સ્વરૃપ સ્વામી અને પ્રબોધ સ્વામીના જૂથ દ્વારા કોર્ટમાં રજૂઆતો થઇ હતી. તેમજ પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે એવી રજૂઆતને અમાન્ય ઠેરવી હતી કે, પ્રેમ સ્વરૃપ સ્વામી યોગી ડિવાઇન સોસાયટી ન્યૂઝીલેન્ડ સંસ્થાના પ્રમુખ છે.આ અંગે પ્રબોધ સ્વામી જૂથના સંતે જણાવ્યું છે કે, ન્યૂઝીલેન્ડની યોગી ડિવાઇન સોસાયટી ટ્રસ્ટની તમામ સંસ્થાકીય અને વહીવટી જવાબદારી મોહનભાઇ ડાહ્યાભાઇના પ્રમુખ પદ હેઠળ હરિપ્રબોધમ પરિવાર ન્યૂઝીલેન્ડ સંભાળશે તે હવે સ્પષ્ટ થયું છે. 


Google NewsGoogle News