'ઘર ખાલી કરો, મંદિર બનાવવું છે...' ગાંધીનગરમાં બે પક્ષો વચ્ચે તકરાર, 21 સામે કેસ દાખલ
Gandhinagar News | ગાંધીનગર શહેર નજીક આવેલા પાલજ ગામમાં મકાનની જગ્યા ઉપર
મંદિર બનાવવા બાબતે ગઈકાલે રાત્રે બે પક્ષો વચ્ચે તકરાર થઈ હતી. જે સંદર્ભે બંને
પક્ષે સામસામે ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં ચિલોડા પોલીસે 21 વ્યક્તિઓ સામે ગુનો
દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પાલજ
ગામમાં રહેતા રમીલાબેન અંબાલાલ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે રાત્રિના
સમયે તે અને તેમની દીકરી કોકીલાબેન બંને જણા ઘરે સુતા હતા તે વખતે તેમના કૌટુંબિક
ભરતભાઈ શંકરભાઈ વાઘેલા, કિરીટભાઈ
ગણપતભાઈ વાઘેલા, કમલેશભાઈ
શંકરભાઈ વાઘેલા, પ્રફુલભાઈ
ગણપતભાઈ વાઘેલા, અશોક
બાલાભાઈ વાઘેલા, સચિન
ભરતભાઈ વાઘેલા, ફાલ્ગુન
ભરતભાઈ વાઘેલા, જયદીપભાઇ
કિરીટભાઈ વાઘેલા, જતીનભાઈ
કમલેશભાઈ વાઘેલા, ભાવેશભાઈ
અમરતભાઈ વાઘેલા, મધુબેન
ભરતભાઈ વાઘેલા, ભારતીબેન
કિરીટભાઈ વાઘેલા, ગીતાબેન
કમલેશભાઈ વાઘેલા અને શમષ્ઠાબેન અશોકભાઈ વાઘેલા તેમના ઘરે આવ્યા હતા અને કહ્યું
હતું કે તમે આ ઘર ખાલી કરી દો,
અમારે આ જગ્યાએ મંદિર બનાવવાનું છે અને તમે ઘર ખાલી નહીં કરી તો અમે તોડી
નાખીશું તેમ કહી ઘરમાં તોડફોડ કરી હતી અને રમીલાબેન તેમજ તેમની પુત્રી ઉપર હુમલો
પણ કર્યો હતો.
જેથી તેમણે પોલીસને બોલાવી હતી તો બીજી બાજુ ભરતભાઈ શંકરભાઈ વાઘેલાએ
ફરિયાદ નોંધાવી હતી કે, રાત્રીના
સમયે તેમના કાકી રમીલાબેનના ઘરે ગયા હતા અને આ દરમિયાન તેમણે કહ્યું હતું કે તમે આ
ઘર ક્યારે ખાલી કરવાનો છે,
આપણે આ જગ્યાએ મંદિર બનાવવાની અગાઉ વાતચીત થઈ હતી. જેથી રમીલાબેન કહ્યું હતું
કે પરિવારના સભ્યોને ફોન કરીને બોલાવું છું ત્યારબાદ તેમણે બોલાવતા કેતનકુમાર
ગિરીશભાઈ વાઘેલા, મધુબેન
ગિરીશભાઈ વાઘેલા, દહેગામ
પાલૈયા ખાતે રહેતા દિનેશભાઈ જોરાભાઈ પટેલ,
કોકીલાબેન દિનેશભાઈ પટેલ,
દીક્ષિત ડાયાભાઈ પટેલ અને ચિંતન ડાયાભાઈ પટેલ ત્યાં આવ્યા હતા અને તેમની સાથે
ગાળા ગાળી કરી ઝપાઝપી કરવા લાગ્યા હતા. હાલ પોલીસે બંને પક્ષે ગુનો દાખલ કરીને
તપાસ શરૃ કરી છે.