Get The App

આઈવરી કોસ્ટમાં એમ.એસ.યુનિ.નું કેમ્પસ શરુ કરવાના પ્રસ્તાવ પર ચર્ચા

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
આઈવરી કોસ્ટમાં એમ.એસ.યુનિ.નું કેમ્પસ શરુ કરવાના પ્રસ્તાવ પર ચર્ચા 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓમાં આફ્રિકન દેશ આઈવરી કોસ્ટના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.મળતી વિગતો પ્રમાણે આઈવરી કોસ્ટના ભારત સ્થિત રાજદૂત એરિક કેમિલે તા.૭ નવેમ્બરે એમ.એસ.યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.

આ દરમિયાન તેમણે વાઈસ ચાન્સેલર પ્રો.શ્રીવાસ્તવ તેમજ યુનિવર્સિટીની ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સના ડાયરેકટર પ્રો.ધનેશ પટેલ સાથે ચર્ચા કરી હતી.

પ્રો.પટેલનુ કહેવુ છે કે, રાજદૂતની સાથે એમ્બેસીનુ એક પ્રતિનિધિ મંડળ પણ યુનિવર્સિટીની મુલાકાતે આવ્યુ હતુ.તેમણે યુનિવર્સિટીમાં અને ગુજરાતમાં બીજે અભ્યાસ કરતા આઈવરી કોસ્ટના વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.સાથે સાથે આઈવરી કોસ્ટમાં એમ.એસ.યુનિવર્સિટીનુ કેમ્પસ શરુ કરવાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી.આઈવરી કોસ્ટના એમ્બેસેડરે પણ કેમ્પસ સ્થાપવાને લઈને હકારાત્મક વલણ દર્શાવ્યુ હતુ.જોકે હજી આ પ્રસ્તાવ પ્રારંભિક તબક્કામાં છે અને તેના પર આગળ  બંને પક્ષો વચ્ચે ચર્ચા થશે.

સાથે સાથે એમ.એસ.યુનિવર્સિટી દ્વારા અમેરિકાના ઈન્ડિયાના રાજ્યની એન્ડરસન યુનિવર્સિટી સાથે પણ એમઓયુ કરવામાં આવ્યુ છે. કોમ્પ્યુટર સાયન્સ તેમજ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના કોર્સમાં સંયુક્ત રીતે સંશોધન કરવાના, લેક્ચર, કોન્ફરન્સનુ આયોજન કરવાના,  વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ તેમજ ટીચર્સ એક્સચેન્જ પ્રોગ્રામ શરુ કરવાના પ્રસ્તાવોનો એમઓયુમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News