બરોડા મેડિકલ કોલેજમાં મેડિકલ રિસર્ચ અંગે ડોકટર્સ દ્વારા ચર્ચા
વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે રિસર્ચનું વાતાવરણ ઉભું કરવા સલાહ અપાઇ
વડોદરા,બરોડા મેડિકલ કોલેજને ૭૫ વર્ષ પૂરા થતા યોજવામાં આવેલા પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનમાં આજે અનુભવી ડોક્ટર્સ દ્વારા રિસર્ચના મહત્વ અને નવા સંશોધન પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
બરોડા મેડિકલ કોલેજના ૭૫ વર્ષની ઉજવણી દરમિયાન દવાઓના રિસર્ચના મહત્વ પર લેક્ચર યોજાયું હતું. મિઆમી યુનિવર્સિટીના ન્યૂનાટોલોજિસ્ટે જીનેટીક્સ અને જવલ્લે જોવા મળતા રોગ પરના તેમના રિસર્ચ અંગે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બરોડા મેડિકલ કોલેજનું શિક્ષણ તેમના કેરિયરનો પાયો નાંખવામાં અત્યંત મહત્વનું પુરવાર થયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લાંબા ગાળાના ટકાઉ રિસર્ચ માટે સહયોગી અભિગમ અને સક્રિય માર્ગદર્શનની જરૃરિયાત પર ભાર મૂક્યો હતો.
એમેરિકા સ્થિત મહિલા વૈજ્ઞાાનિક અને બીએમસી એલ્યુમની ડો. મોનાલી દેસાઈ, દ્વારા દવાના સંશોધનમાં દર્દી સંદર્ભ કઈ બાબત વિશે ધ્યાન રાખવું પડતું હોય છે. તેના વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ ડો. કેદાર મહેતા દ્વારા સરકાર દ્વારા વિવિધ આરોગ્ય કાર્યક્રમમાં મળતા લાભ જેમકે દર્દીને મફતમાં દવા આપવામાં આવતી હોય છે અને તેમાં કયા હદે સુધારા કરી શકાય ?જેથી, વધારે લોકોને લાભ મળી શકે. તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી . ત્યારબાદ ડો. અનુપમા દ્વારા એવિડન્સ બેઝ મેડિસીન તેમજ સંશોધનના બેઝિક મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ રિસર્ચ કરતા સમયે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તેમજ શિક્ષકો દ્વારા રિસર્ચનું વાતાવરણ કઇ રીતે ઉભું કરી શકાય તે અંગે જણાવ્યું હતું.
અંતમાં બરોડા મેડિકલ કોલેજના ડીન ડો. ગોખલે તેમજ સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડા. રંજન ઐયર સહિતના ડોક્ટર્સ દ્વારા પેનલ ડિસ્કશનમા આપણા દેશમાં કઈ રીતે સંશોધન અને રિસર્ચ નું મહત્વ વધારી શકીએ તેના માટે ચર્ચા કરવામાં આવી હતી.
નવી સુપર સ્પેશ્યાલિટી પિડિયાટ્રિક હોસ્પિટલ બનાવવાનું આયોજન
વડોદરા,બરોડા મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નોર્થ અમેરિકન એલ્યુમિનાઇના સભ્ય ડો.અજીત કોઠારીએ જણાવ્યું હતું કે, સરકારે નવી પિડિયાટ્રીક સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ ૩૦૦ બેડની બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. જેની માટે અમે તૈયાર છીએ. આ હોસ્પિટલમાં ઓપ્થોમોલોજી, આઇસીયુ, એનઆઇસીયુ, ઓર્થોપેડિક, કેન્સર જેવા વિભાગો તૈયાર કરવામાં આવશે.