ડિઝાસ્ટરના પ્લાન બને છે તે કલેક્ટર કચેરીમાં જ ફાયર સેફ્ટી રામભરોસે
સેફ્ટીના સાધનોની જાળવણીમાં ઉપેક્ષા મોટી દુર્ઘટના નોંતરશે
ચાર માળમાં એસ્ટીગ્વીઝરના બોટલમાં બે વર્ષથી પાવડર ફિલ થયા નથી : રેકર્ડની સાથે માનવ જીંદગી દાવ ઉપર
આગ,
ભુકંપ, પુર, સહિતની દુર્ઘટના
વખતે ડિઝાસ્ટર પ્લાન બનાવવા માટે તમામ સંસ્થાઓને સુચના આપતું કલેક્ટર કચેરીનું
તંત્ર જ ફાયર સેફ્ટી બાબતે પાણીમાં બેસી ગયું હોય તેમ જિલ્લા કલેક્ટર કેચેરીમાં
લગાવવામાં આવેલા ફાયર સેફ્ટીના સાઘનોની હાલત જોઇને લાગી રહ્યું છે. આ અંગે ચાર
માળની કલેક્ટર કચેરીમાં લગાવવામાં આવેલા ફાયર સેફ્ટીના એસ્ટીંગ્વીઝર બોટલો ઉપર નજર
કરતા તેના ઉપર એજન્સીએ ૨૦મી જાન્યુઆરી ,૨૦૨૨ના
રોજ તેમાં પાવડર ફિલ કર્યો હોવાનું લખ્યું છે. ત્યાર બાદ તેમાં ૧૯મી જાન્યુઆરી,૨૦૨૩ના રોજ
બીજીવખત પાવડર ફિલ કરવાની તારીખ લખી છે.
હવે વર્ષ ૨૦૨૨ બાદ પાવડર ફિલ કરવામાં આવ્યો જ નથી જેના કારણે આ પાવડર ફિલ
કરવાની છેલ્લી ડેટ પુર્ણ થયે પણ બે વર્ષ જેટલો સમય વિતી ગયો છે તેમ છતા તેમાં નવો
પાવડર ફિલ કરાયો નથી તે અહીં લખેલી તારીખો ઉપરથી સ્પષ્ટ થાય છે.
આમ,
છેલ્લા બે વર્ષથી કલેક્ટર કચેરીના ફાયર સેફ્ટીના સાધનોની જ જરૃરી જાળવણી
કરવામાં આવી નથી. અહીં કલેક્ટર કચેરીમાં વર્ષો જુના જમીનને લગતા દસ્તાવેજો તથા
મતદાન-ચૂંટણીને લગતા રેકર્ડ રાખવામાં આવતા હોય છે આ ઉપરાંત અહીં અધિકારી-કર્મચારીઓ
ઉપરાંત જન સેવા કેન્દ્રમાં રોજના સેંકડો નાગરિકો સેવા અર્થે આવતા હોય છે તેમ છતા
કલેક્ટર કચેરીમાં ફાયર સેફ્ટીના સાધનોની ઉપેક્ષા કરવામાં આવે છે જે મોટી દુર્ઘટના
નોંતરશે.ે આગની દુર્ઘટના વખતે કલેક્ટર કચેરનું
તંત્ર કુવો ખોદવા જાય તો નવાઇ નહીં,