Get The App

ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ : વડોદરામાં દિવ્યાંગ બાળકોનો રંગોળીના માધ્યમથી સંદેશ : મતદાન અવશ્ય કરો

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ   : વડોદરામાં દિવ્યાંગ બાળકોનો રંગોળીના માધ્યમથી સંદેશ : મતદાન અવશ્ય કરો 1 - image


Lok Sabha Election 2024 : વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તા.7 મે, 2024 ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 

જેના ભાગરૂપે આજે શહેરની કમળાબેન બધીર વિદ્યાલય, કારેલીબાગ ખાતે દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ યુવા મતદારો દ્વારા રંગોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ   : વડોદરામાં દિવ્યાંગ બાળકોનો રંગોળીના માધ્યમથી સંદેશ : મતદાન અવશ્ય કરો 2 - image

લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં દિવ્યાંગ વ્યક્તિઓની ભાગીદારી વધે અને દિવ્યાંગ મતદારો તેમજ અન્ય મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે બધીર વિદ્યાલય ખાતે દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ મતદારોએ રંગોળીના માધ્યમથી મતદાન જાગૃતિનો અનોખો સંદેશો ફેલાવી મતદાન માટે અપીલ કરી હતી.

25 જેટલા દિવ્યાંગ બાળકો અને શિક્ષકોએ 108, 54 અને 4*4ની બે બે રંગોળી દોરી અવસર લોકશાહીનો, મારા ભારતનો, મતદાન આપણો અધિકાર, મતદાન અવશ્ય કરો, ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ જેવા સૂત્રો દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો.


Google NewsGoogle News