ધર્મિન બાથાણીના રિમાન્ડ પૂરા થતા જેલમાં મોકલી અપાયો
બે વખત આરોપીના રિમાન્ડ મંજૂર થયા હતા
વડોદરા,હરણી બોટ દુર્ઘટનામાં ૧૪ના મોત થયા હતા. આ ગુનામાં પકડાયેલા આરોપી ધર્મિન બાથાણીના ફર્ધર રિમાન્ડ પૂરા થતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
હરણી લેકઝોનમાં બોટિંગ માટે કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. કોટિયા પ્રોજેક્ટના ભાગીદારોએ કોન્ટ્રાક્ટની શરતોનો ભંગ કરીને બારોબાર નિલેશ જૈનની ડોલ્ફિન એન્ટરટેઇન્મેન્ટ સાથે કોન્ટ્રાક્ટ કરી લીધો હતો. આ કરારમાં પરેશ શાહના પુત્ર વત્સલ શાહની સાથે ધર્મિન ધિરજભાઇ બાથાણી (રહે. અમી સોસાયટી, સનસાઇન હોસ્પિટલની સામે,માંજલપુર) ની પણ સહી હતી. પોલીસે ધર્મિનની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા. તપાસ માટે પોલીસે તેના ચાર દિવસના ફર્ધર રિમાન્ડ પણ મેળવ્યા હતા. આજે તેના રિમાન્ડ પૂરા થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.