Get The App

અયોધ્યા રામ મંદિર માટે વડોદરાના શ્રદ્ધાળુએ બનાવી 108 ફૂટ લાંબી અગરબત્તી

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
અયોધ્યા રામ મંદિર માટે વડોદરાના શ્રદ્ધાળુએ બનાવી 108 ફૂટ લાંબી અગરબત્તી 1 - image


- 3,500 કિલો વજનની આ અગરબત્તી સળંગ 45 દિવસ સુધી પ્રજ્વલીત રહી અને પોઝિટિવ ઉર્જા ફેલાવતી રહેશે

વડોદરા,તા.22 ડિસેમ્બર 2023,શુક્રવાર 

અયોધ્યામાં તારીખ 22 જાન્યુઆરી 2024 ના રોજ ભગવાન શ્રી રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે. આ ક્ષણની વિશ્વભરના કરોડો હિન્દુઓ રાહ જોઈ રહ્યા છે ત્યારે વડોદરાના રામ ભક્ત વિહાભાઈ ભરવાડએ રામ મંદિર માટે 3500 કિલો વજનની 108 ફૂટ લાંબી અગરબત્તી તૈયાર કરી છે.

વડોદરામાં તરસાલી વિસ્તારમાં રહેતા વિહાભાઇ ભરવાડ કહે છે કે કરોડો હિન્દુઓ માટે સુવર્ણ અવસર આવ્યો છે. ત્યારે આ ઉત્સવમાં હું મારી પણ ભાગીદારી નોંધાવવા માગું છું. તે માટે મેં આ અગરબત્તી તૈયાર કરી છે આ અગરબત્તી 108 ફૂટ લાંબી છે અને સાડા ત્રણ ફૂટ પહોળી છે. 

અગરબત્તીમાં 376 કિલો ગુગળ 376 કિલો કોપરાનું છીણ 280 કિલો જવું 280 કિલો તલ 191 કિલો ગીર ગાયનું શુદ્ધ ઘી 425 કિલો હવન સામગ્રી અને 1475 kg ગીર ગાયના છાણનો પાવડર ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ 3,500 કિલો વજનની આ અગરબત્તી દોઢ મહિનો અખંડ ચાલશે અને અયોધ્યા રામ મંદિરની આસપાસના 50 કિલોમીટરની ત્રિજ્યામાં સુવાસ ફેલાવી અને પોઝિટિવ વાતાવરણ ઊભું કરશે. આ અગરબત્તી તૈયાર કરતા છ મહિનાનો સમય લાગ્યો છે. અગરબત્તી તૈયાર કરવા માટે તમામ પ્રકારની શુદ્ધતા અને પવિત્રતાની જાળવણી કરવામાં આવી છે. અમારી ઈચ્છા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અગરબત્તીને પ્રજ્વલિત કરે.


Google NewsGoogle News