Get The App

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ.16.73 કરોડના વિકાસના કામો થશે

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ.16.73 કરોડના વિકાસના કામો થશે 1 - image


Image Source: Facebook

વડોદરા, તા. 18 નવેમ્બર 2023 શનિવાર

વડોદરા મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરમાં વિકાસના વિવિધ કાર્યક્રમો અંગે રૂ. ૧૨ લાખથી થયેલા વધુ ખર્ચ અંગેની વિગતો રાજ્ય સરકાર સમક્ષ કામ પૂર્ણાહુતિના સર્ટિફિકેટ સાથે  રજુ કરાયા છે

ઉલ્લેખનીય છે કે યુ.ડી.પી.-૭૮ અંતર્ગત સને ૨૦૨૩-૨૪ ની આઉટ ગ્રોથ વિસ્તારની ગ્રાંટ પેટે રૂ.૫૬૭૦ લાખની ફાળવણી પરત્વે દરખાસ્તમાં રજુ કરેલ રૂ.૧૬૭૩૪.૮૩ લાખના વિવિધ વિકાસના કામોનો સમાવેશ થાય છે આ ઉપરાત નાણાંકીય, વહીવટી, તાંત્રિક તેમજ ભવિષ્યમાં જરૂરીયાત તથા પરિસ્થિતિ મુજબ સ્વર્ણિમ યોજનાના જુદા જુદા ઘટકો હેઠળની ગ્રાંટના કામોમાં ફેરફાર કરાયા છે બચત પેટેના કામો નકકી કરવાની તેમજ નાણાંકીય ખર્ચની જોગવાઇ અન્વયે ફાળવણી કરેલ ગ્રાંટ કરતા વધારાની રકમ સ્વભંડોળમાંથી ખર્ચ કરવાની તથા તે અંગેનું પ્રમાણપત્ર રાજ્ય સરકાર સમક્ષ રજુ કરાશે. આ અંગેની મંજુરી આપી તેની તમામ સત્તા મ્યુ. કમિ.ને આપવામાં આવી છે.


Google NewsGoogle News