Get The App

જાહેરમાં કેક કાપનાર બૂટલેગરની પાસા હેઠળ અટકાયત

રિક્ષામાં મુસાફરોને લૂંટી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને પણ પાસા

Updated: May 18th, 2024


Google NewsGoogle News

 જાહેરમાં કેક  કાપનાર બૂટલેગરની પાસા હેઠળ અટકાયત 1 - imageવડોદરા,મારામારી તથા લૂંટના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની પીસીબી પોલીસે પાસા હેઠળ અટકાયત કરી જિલ્લા બહારની જેલમાં મોકલી આપ્યા છે.

વાઘોડિયા રોડ પ્રભાત સોસાયટીના નાકા  પાસે જાહેરમાં બર્થડેની ઉજવણી કરતા સમયે પોલીસ સાથે માથાકૂટ કરનાર આરોપી શિવમ જતીનભાઇ કહાર ( રહે. ચંદ્રનગર સોસાયટી, વાઘોડિયા રોડ) ની  પાસા હેઠળ અટકાયત કરી ભૂજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. શિવમ સામે  પ્રોહિબિશન, મારમારીના  આઠ ગુનાઓ નોંધાયા છે.

જ્યારે રિક્ષામાં મુસાફરોને બેસાડી લૂંટ ચલાવવાના કેસમાં સામેલ આરોપી શાહરૃખ ઉર્ફે ઘેટા અજીમભાઇ શેખ ( રહે. મદીના એપાર્ટમેન્ટ, વાડી) ની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.


Google NewsGoogle News