દારૃના ધંધામાં સામેલ મહિલાની પાસા હેઠળ અટકાયત
દારૃના ૧૩ ગુનામાં સામેલ આરોપીની પાસામાં અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી અપાયો
વડોદરા,વિદેશી દારૃના ધંધામાં સામેલ મહિલા સહિત ત્રણ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી રાજ્યની અલગ - અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
શહેરમાં વિદેશી દારૃના ધંધામાં સામેલ આરોપી હિમાંશુ ઉર્ફે હેરી રમેશભાઇ લુધવાણી (રહે. શિલ્પ ગ્રીન ફ્લેટ્સ, ખોડિયાર નગર પાસે, ન્યૂ વી.આઇ.પી.રોડ)ની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. હિમાંશુ સામે ૭ ગુનાઓ દાખલ થયા છે. જ્યારે દારૃના બે ગુનામાં સંડોવાયેલી સુનિતા હેમંતભાઇ પરદેશી ( રહે. કહાર મહોલ્લો, પાણીગેટ હરણ ખાના રોડ) ની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવી છે. વિદેશી દારૃના ધંધામાં સંડોવાયેલા આરોપી જીવરાજ ઉર્ફે જીવો રાધેશ્યામ રાજપૂત ( રહે. આવકાર બંગ્લોઝ, અટલાદરા) ની પાસામાં અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. તેની સામે ૧૩ ગુનાઓ નોંધાયા છે.