કૂટણખાનાના કેસમાં સામેલ મહિલાની પાસા હેઠળ અટકાયત
ચોરી અને છેતરપિંડીના ગુનામાં સામેલ આરોપીઓને પણ પાસામાં મોકલી દેવાયા
વડોદરા,છેતરપિંડી, દેહ વિક્રય અને ચોરીના ગુનામાં સામેલ એક મહિલા સહિત ચારની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
કારેલીબાગ ઇન્દ્રપ્રસ્થ અપોર્ટમેન્ટમાં આવેલી શ્રીજી જ્વેલર્સ નામની દુકાનમાંથી ચાંદીના દાગીના મળી પાંચ લાખની ચોરી કરવાના ગુનામાં સામેલ આરોપી રઘબીરસિંગ ધનસિંગ સિકલીગર ( રહે. એકતા નગર, આજવા રોડ) ની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
કાર વેચાણ લઇ છેતરપિંડી કરવાના ગુનામાં સામેલ આરોપી વસીમ યુસુફભાઇ નોબારા (રહે. ભોજ ગામ,તા.પાદરા)ની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
દેહ વિક્રયના ધંધામાં સામેલ આરોપી પારૃલ ઉર્ફે પાયલ બાલકૃષ્ણ બ્રહ્મભટ્ટ (રહે. કબીર ચોક, કિશનવાડી)ની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવી છે. વાહન ચોરીના ગુનામાં સામેલ આરોપી સમીર જશુભાઇ ભાલાવત (રહે. આંકલાવ ગામ, તા.આંકલાવ,જિ.આણંદ)ની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.