રાતે નશામાં ધૂત થઇ ફરતા વાહનચાલકો સામે પગલાં,કારમાંથી દારૃની બોટલ સાથે પીધેલો પકડાયો

દારૃના નશામાં કારની બહાર બકવાસ કરતાે બીજો એક યુવક પણ પકડાયો

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
રાતે નશામાં ધૂત થઇ ફરતા વાહનચાલકો સામે પગલાં,કારમાંથી દારૃની બોટલ સાથે પીધેલો પકડાયો 1 - image

વડોદરાઃ મધરાતે દારૃના નશામાં બેફામ રીતે વાહનો હંકારવાના બનતા બનાવો રોકવા માટે પોલીસ દ્વારા વાહનોને આંતરી ચેકિંગ કરવામાં આવતું હોય છે.ગઇરાતે આ વાસણા રોડ વિસ્તારમાં પોલીસે બે કેસ કર્યા હતા.

સનફાર્મારોડ પર ગઇ મધરાત બાદ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે અક્ષરચોક તરફથી ફુલસ્પીડે અને વાંકીચૂકી આવી રહેલી કાર જોઇ પોલીસને શંકા પડી હતી.પોલીસે કાર અટકાવી ચાલક વિનય મુકેશભાઇ દોશી (શ્રીધર રેસિડેન્સી,સનફાર્મા રોડ,મૂળ ચામુંડા સોસાયટી,કરજણ)ની તપાસ કરતાં તે નશામાં ચૂર જણાઇ આવ્યો હતો.પોલીસે કારમાંથી દારૃની અડધી બોટલ કબજે કરી હતી.

બીજા એક બનાવમાં વાસણારોડ રાણેશ્વર સર્કલ પાસે પરોઢિયે એક કારની બહાર યુવક બકવાસ કરતો હોવાની માહિતી મળતાં પોલીસે તપાસ કરી કાર પાસે દારૃના નશામાં મળેલા વેદપ્રકાશ નિર્મલભાઇ શર્મા(તીર્થ ટેનામેન્ટ,નારાયણ ગાર્ડન રોડ,ગોત્રી) સામે પીધેલાનો કેસ કર્યો હતો.


Google NewsGoogle News