વિદેશી દારૃનો ધંધો કરતા બે આરોપીની પાસામાં અટકાયત
મારામારીના બે કેસમાં સામેલ આરોપીને પાસા હેઠળ ભાવનગર જેલમાં મોકલી અપાયો
વડોદરાશહેરમાં દારૃનો ધંધો કરતા બે આરોપીની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર અને પાલનપુર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
વાઘોડિયા તાલુકાના સિકંદરપુરા ગામે ભાથુજી મહારાજ ફળિયામાં રહેતા પૂનમ ઉર્ફે પુનિયો મનહરભાઇ ભાલીયાની સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં દારૃના બે કેસ નોંધાયા હતા. પીસીબી પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. તેની સામે આઠ વર્ષ પહેલા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો.
જ્યારે ભાયલી કેનાલ રોડ સ્વર્ણીમ સ્કવેરમાં રહેતા ભાવેશ મનહરભાઇ પટેલ સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. તેની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. ભાવેશ સામે આઠ વર્ષમાં દારૃ, જુગાર અને ચોરીના મળી કુલ ૧૯ ગુનાઓ નોંધાયા છે.
ત્રીજા બનાવમાં આરોપી આરોપી રોહિત રણછોડભાઇ ભરવાડ ( રહે. ગણેશ નગર, ખોડિયાર નગર, સમા કેનાલ) સામે સમા પોલીસ સ્ટેશનમાં મારામારીના બે ગુના દાખલ થયા હતા. તેની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.