દારૃનો ધંધો કરતા બે આરોપીની પાસા હેઠળ અટકાયત
આરોપી શાહરૃખ સામે ૧૧ ગુનાઓ નોંધાયા છે
વડોદરા,દારૃનો ધંધો કરતા બે આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
સમા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૮૩,૧૦૦ રૃપિયાના દારૃના કેસમાં સરદાર ભવનના ખાંચામાં મહંમદ મંઝીલમાં રહેતો શાહરૃખ જફરભાઇ શેખ ઝડપાયો હતો. ત્યારબાદ ૯,૩૦૦ રૃપિયાના દારૃના કેસમાં પણ તેની ધરપકડ થઇ હતી. ત્યારબાદ બાપોદ પોલીસ સ્ટેશનની હદમાંથી પણ ૩૭,૫૦૦ રૃપિયાના દારૃ સાથે તે ઝડપાયો હતો. પીસીબી પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. આરોપી સામે કુલ ૧૧ ગુનાઓ નોંધાયા છે.
જ્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના કેસમાં પોલીસે આરોપી નિખીલ રાજુભાઇ કહાર ( રહે. પ્રકાશ નગર, નાગરવાડા) ને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર જેલમાં મોકલી આપ્યો છે.