સવા પાંચ લાખના દારૃના કેસમાં આરોપીની પાસામાં અટકાયત

આરોપીનો પુત્ર અને લિસ્ટેડ બૂટલેગર વોન્ટેડ

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
સવા પાંચ લાખના દારૃના કેસમાં આરોપીની પાસામાં અટકાયત 1 - image

વડોદરા,મકરપુરા ગામ માળી મહોલ્લામાં વિદેશી દારૃનો ધંધો કરતા આરોપીને પોલીસે ઝડપી પાડી સવા  પાંચ લાખનો દારૃ કબજે કર્યો હતો. આરોપીની પાસા  હેઠળ અટકાયત કરવામાં આવી છે.

મકરપુરા   ગામ એરફોર્સ પાસે આવેલા માળી મહોલ્લામાં રહેતો અશોક કંચનભાઇ માળી તેના ઘરના આંગણામાં તથા આજુબાજુ ઝાડીઓમાં દારૃ સંતાડીને વેચાણ કરતો હોવાની માહિતી મકરપુરા પોલીસને મળી હતી. જેથી, મકરપુરા પી.આઇ.જે.એન.પરમારની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા વિદેશી દારૃનો ૫.૨૬ લાખનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પરથી પોલીસે અશોક માળીને ઝડપી પાડયો હતો. દારૃ ઉપરાંત દારૃની હેરાફેરીમાં વપરાતા બે ટુ વ્હીલર મળી  કુલ રૃપિયા ૫.૬૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે અશોકની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપ્યો છે.


Google NewsGoogle News