વારસિયામાં દારૃનો ધંધો કરતા આરોપીની પાસામાં અટકાયત
હાઇવે પર વાહન ચાલકોને આંતરી લૂંટ વિથ મર્ડરના ત્રણ આરોપીઓને પાસા
વડોદરા,વારસિયામાં દારૃનો ધંધો કરતા એક આરોપી તેમજ લૂંટ વિથ મર્ડરના ગુનામાં સામેલ ત્રણ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
વારસિયા વિસ્તારમાં રહેતા આરોપી ગણેશ ઉર્ફે નરેન્દ્ર દયાલદાસ રામચંદાણીના મકાનમાંથી પોલીસે દારૃ અને બિયરની ૨૭૪ બોટલ કિંમત રૃપિયા ૫૮,૩૫૦ ની કબજે કરી હતી. જ ેઅંગે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જ્યારે અન્ય પણ એક કેસ ૪૫,૫૦૦ રૃપિયાના દારૃનો થયો હતો.પીસીબી પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપ્યો છે.આરોપી સામે અત્યારસુધી ૧૩ ગુનાઓ નોંધાયા છે.
હાઇવે પર એકલ દોકલ વાહન ચાલકોને ટાર્ગેટ બનાવી લૂંટ વિથ મર્ડરના ગુનાને અંજામ આપતા કાળુ ઉમરભાઇ ડફેર,અહેમદ સકુરભાઇ ડફેર, હાજી દાઉદભાઇ મોરી ની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર,મહેસાણા અને અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.