ગોત્રીના લોટસ ઇલાઇટ કોમ્પ્લેક્સમાં ગેરકાયદે સ્પા ચલાવનાર સંચાલકની અટકાયત

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
ગોત્રીના લોટસ ઇલાઇટ કોમ્પ્લેક્સમાં ગેરકાયદે સ્પા ચલાવનાર સંચાલકની અટકાયત 1 - image

વડોદરાઃ ગોત્રીના કોમ્પ્લેક્સમાં ગેરકાયદે ચાલતા એક સ્પાના સંચાલક સામે પોલીસે ગુનો નોંધી અટકાયત કરી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે,ઓશિયા મોલ પાસે લોટસ ઇલાઇટ કોમ્પ્લેક્સના બીજા માળે મેજિક સ્પા ચાલતું હોવાની માહિતી મળતાં તપાસ કરવામાં આવી હતી.

જે દરમિયાન સંચાલક અમિત લાલજીભાઇ લાખાણી(જલારામ હાઉસ, ઇલોરા પાર્ક)પાસે પોલીસને જાણ કર્યા બાબતે તેમજ સ્પાના માણસોના વેરિફિકેશનને લગતી કોઇ માહિતી નહતી.જેથી તેની સામે પોલીસ કમિશનરના  જાહેરનામાના  ભંગની કાર્યવાહી કરાઇ હતી.


Google NewsGoogle News