Get The App

એ.ટી.એમ.માં ચેડા કરનાર આરોપીની પાસામાં અટકાયત

વિદેશી દારૃનો ધંધો કરતા આરોપીને પાસામાં મોકલી અપાયો

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
એ.ટી.એમ.માં ચેડા કરનાર આરોપીની પાસામાં અટકાયત 1 - image

વડોદરા,વિદેશી દારૃનો ધંધો કરતા તથા એ.ટી.એમ.માં છેડછાડ કરનાર બે આરોપીઓની પાસામાં અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

તાંદલજા એ.ટી.એમ. સેન્ટરમાં મોંઢા  પર રૃમાલ બાંધી મશીનમાં પટ્ટી લગાવી છેડછાડ કરી બેંકના ગ્રાહકોના ૨૨હજાર રૃપિયા પડાવી લેવાના ગુનામાં પોલીસે આરોપી રોહિત ઉર્ફે શોભીત રાકેશ ઉર્ફે  પપ્પુભાઇ ભગવતીપ્રસાદ મિશ્રા ( રહે. મુજમહુડા ઝૂંપડપટ્ટી, મૂળ રહે. યુ.પી.)ને ઝડપી પાડયો હતો. આરોપીની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. 

આજવા રોડ કમલા નગર તળાવ  પાસે ચામુંડા નગરમાં રહેતા રોશનલાલ ભાનજીભાઇ કલાલની દુકાનમાંથી પોલીસે ૩.૬૪ લાખનો વિદેશી દારૃનો જથ્થો કબજે લીધો હતો. આરોપીની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.


Google NewsGoogle News