Get The App

ગેરકાયદે કતલખાનું ચલાવતા આરોપીની પાસા હેઠળ અટકાયત

મુંબઇમાં ચોરીના ૬૫ ગુનામાં સામેલ ઘરફોડ ચોરને પાસામાં ભૂજ જેલ મોકલી અપાયો

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
ગેરકાયદે કતલખાનું ચલાવતા આરોપીની પાસા  હેઠળ અટકાયત 1 - image

વડોદરા,ગેરકાયદે કતલખાનું ચલાવી ગૌ વંશના પશુઓના માંસનું વેચાણ કરનાર તેમજ રીઢા ચોરની પીસીબી પોલીસે પાસા હેઠળ અટકાયત કરી ભૂજ જેલમાં મોકલી આપ્યા છે.

તાંદલજા રોડ જી.ઇ.બી.સબ સ્ટેશનની સામે રોડની બાજુમાં ફૂટપાથ પર જાહેરમાં ગૌ વંશના માંસનું વેચાણ કરતા આરોપી અબ્દુલખાન ગગુભા રાઠોડ ( રહે. નાપાડ વાંટા, ડેમી રોડ, આણંદ) ની સામે જે.પી. રોડ  પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

આરોપી સામે આણંદ રૃરલ પોલીસ સ્ટેશનમાં પણ અબ્દુલ ખાન સામે ગેરકાયદે કતલખાનાનો ગુનો નોંધાયો હતો. ગૌ વંશના પશુઓને કતલ કરી ગૌ માંસ તથા શિંગડા પણ મળી આવ્યા હતા. જામીન પર છૂટેલા આરોપી અબ્દુલખાનની પાસા હેઠળ અટકાયત કરી ભૂજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

જ્યારે અન્ય એક બનાવમાં ઘરફોડ અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી શેરા સૌરૃ છાગુરભાઇ ચૌહાણ ( રહે. નાયગાવ, દામોદર નગર, જુહુ રોડ, મહારાષ્ટ્ર મૂળ રહે. યુ.પી.) ની પાસા હેઠળ અટકાયત કરી ભૂજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપી જે.પી.રોડ પોલીસ સ્ટેશનની  હદમાં થયેલી ૫૧ લાખની ચોરીના ગુનામાં પકડાયો હતો. તેની સામે મુંબઇમાં ચોરીના ૬૫ ગુનાઓ છે.


Google NewsGoogle News