Get The App

જ્ઞાન સહાયકની ભરતીના વિરોધમાં પોલીસ સાથે ઘર્ષણ બાદ અટકાયત

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
જ્ઞાન સહાયકની ભરતીના વિરોધમાં પોલીસ સાથે ઘર્ષણ બાદ અટકાયત 1 - image


ત્રણ ઉમેદવારો ઘાયલ થતાં મામલો બિચક્યો

પાટનગરમાં તહેવારના દિવસોમાં સરકારની કરાર આધારિત જ્ઞાાન સહાયકની ભરતી સામે ખુલ્લી નારાજગી વ્યક્ત કરાઇ

ગાંધીનગર :  સરકાર દ્વારા શિક્ષકોની ઘટ પુરવા માટે જ્ઞાાન સહાયકોની કરાર આધારિત ભરતીનો શરૃઆતથી વિરોધ કરી રહેલા ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરી ચૂકેલા ઉમેદવારોના કાયમી ભરતી કરવાની માંગણી સાથે પાટનગરમાં વિરોધ પ્રદર્શન કરવા દરમિયાન તેઓ ઘર્ષણમાં ઉતરી આવતા પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને ઉમેદવારોની અટકાયત કરાઇ હતી. તેમાના ત્રણ ઉમેદવારો ઇજાગ્રસ્ત થતાં પોલીસ દમનનો આક્ષેપ કરાયો હતો.

રાજ્યમાં ૩૫ હજાર જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી પડવાના કારણે શિક્ષમનું સ્તર ખાડે ગયું છે. આ સ્થિતિનું નિવારણ લાવવા માટે શિક્ષકોની કાયમી ભરતી કરવાના બદલે ૧૧ મહિનાના કરારના ધોરણે જ્ઞાાન સહાયક તરીકે ભરતી શરૃ કરવામાં આવતાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોનો વિરોધ વકર્યો છે. ગુરૃવારે પાટનગરમાં સેક્ટર ૧૯ સ્થિત વિદ્યા સમિક્ષા કેન્દ્ર પર મોટી સંખ્યામાં વિરોધી ઉમેદવારો ઉમટી પડયા હતાં અને સરકાર તથા શિક્ષણ વિભાગ વિરોધી નારા લગાવવા સાથે દેખાવો કર્યા હતાં. આ દરમિયાન ઉમેદવારો પોલીસ સાથે ઘર્ષણ કરવા પર ઉતરી આવ્યા હતાં. જેના પગલે ત્રણ ઉમેદવારો ઇજાગ્રસ્ત બનવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બીજી બાજુ આ મુદ્દે આગામી દિવસોમાં વિધાનસભાને ઘેરાવ કરવાની ચિમકી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. દરમિયાન પોલીસ દ્વારા વિરોધથ પ્રદર્શન કરતા ઉમેદવારો ધરણા કરવા બેસી ગયા હતાં. પોલીસ દ્વારા તેમને સમજાવવા અને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં સફળતા નહીં મળતા મામલો વધુ બિચકવાના પગલે  અને આખરે ટીંગાટોળીને અટકાયત કરવામાં આવી હતી.

ટેટ અને ટાટ પાસ ઉમેદવારોના પોલીસ સાથે ઘર્ષણ દરમિયાન દિલીપસિંહ રાજપૂત અને સુરજ સોની સહિત ત્રણ ઉમેદવારોને ઇજાઓ પહોંચી હતી. તેમાં સુરજને ફ્રેક્ચર જેવી ઇજા થવાથી ઉમેદવારો વધુ રોષે ભરાયા હતાં. પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનો પર દમન ગુજારવામાં આવ્યાના આક્ષેપ થવાની સાથે નગરમાં અને શિક્ષણ જગતમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.


Google NewsGoogle News