પેટ્રોફિલ્સની જગ્યામાં રૃ.96 લાખની કિંમતનાે દારૃનો જથ્થાનો નાશ
વડોદરાઃ સયાજીગંજ અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રણ વર્ષ દરમિયાન પકડાયેલા રૃ.૯૬ લાખ ઉપરાંતની કિંમતના દારૃના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
ડીસીપી ઝોન-૧ જૂલી કોઠિયાના તાબા હેઠળ આવતા સયાજીગંજ, ફતેગંજ, છાણી, નંદેસરી,ગોરવા,લક્ષ્મીપુરા અને જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ-૨૦૨૧ થી ૨૦૨૩ દરમિયાન રૃ.૯૬.૩૬ લાખની કિંમતની દારૃની ૪૪૪૧૦ નંગ બોટલ પકડાઇ હતી.
જે દારૃનો આજે નશાબંધી અને આવકારી વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં પેટ્રોફિલ્સની ખુલ્લી જગ્યામાં રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.