ગાજરાવાડી-દત્ત નગરમાં 8 મહિનાથી દૂષિત પાણીની ફરિયાદ છતાં કોઈ ઉકેલ નહીં આવતા હોબાળો
Vadodara Corporation : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ગાજરાવાડી-દત્તનગરમાં છેલ્લા આઠ મહિનાથી દૂષિત પાણીથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જે અંગે આજે હોબાળો મચાવી આ અંગે વારંવાર કરેલી ફરિયાદો પાલિકા તંત્રના બહેરા કાને માત્ર અથડાયા કરતી હોવાના આક્ષેપો સ્થાનિક રહીશોએ કર્યા છે.
જોકે દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગથી સ્થાનિક વિસ્તારના કેટલાય વિસ્તારમાં માંદગીના ખાટલા મંડાયા છે. પાણીમાં કેટલીય વાર જીવાત નીકળતી હોવાનું પણ તંત્રને ફરિયાદમાં જણાવ્યું હતું. છતાં પણ ફરિયાદોનો કોઈ નિકાલ નહીં આવતા ઓનલાઇન ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં રોગચાળાની દહેશત પણ કરવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે દૂષિત પાણીનો ફોલ્ટ શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું છે.