વડોદરામાં પોલીસ પેટ્રોલિંગ હોવા છતાં અછોડાતોડો સક્રિય,બે દિવસમાં બે અછોડાની લૂંટ

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
વડોદરામાં પોલીસ પેટ્રોલિંગ હોવા છતાં અછોડાતોડો સક્રિય,બે દિવસમાં બે અછોડાની લૂંટ 1 - image
વડોદરાઃ શહેરમાં ચૂંટણીને અનુલક્ષીને પોલીસનું પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે ત્યારે અછોડાતોડો સક્રિય બન્યા છે અને બે દિવસમાં બીજી મહિલાનો અછોડો લૂંટયો છે.

સમાના સંજયનગર પાસે શક્તિપાર્ક સોસાયટીમાં રહેતા નિમિષભાઇ શાહે પોલીસને કહ્યું છે કે,ગઇકાલે તા.૨જીએ રાતે હું મારી પત્ની સાથે ચાલવા નીકળ્યો ત્યારે સંજયનગર જવાના રસ્તે ૧૧વાગ્યાના અરસામાં બાઇક પર સવાર બે યુવકો પૈકી એક યુવકે મારી પત્નીનો એક તોલાનો અછોડો લૂંટયો હતો.

નોંધનીય છે કે,તા.૧લીએ રાતે પોણા દસેક વાગ્યાના અરસામાં વાઘોડિયા રોડ નાલંદા ટાંકી પાસે પણ આવી જ રીતે હેમલ બેન પટેલ(પ્રમુખસ્વામી ટાઉનશિપ,પૂનમ કોમ્પ્લેક્સ પાછળ,વાઘોડિયારોડ) નાલંદા ટાંકી પાસેથી ચાલતા જતા હતા ત્યારે બાઇક પર આવેલા અછોડાતોડો તેમના ગળામાંથી બે તોલાની ચેન લૂંટી ગયા હતા.આમ,અછોડા તોડોએ  પોલીસ માટે પડકાર ફેંક્યો છે.


Google NewsGoogle News