વડોદરામાં ચાઈના બનાવટના દાંડિયા બજારમાં આવતા દેશી દાંડિયાનું બજાર ઠપ

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
વડોદરામાં ચાઈના બનાવટના દાંડિયા બજારમાં આવતા દેશી દાંડિયાનું બજાર ઠપ 1 - image

image : Socialmedia

વડોદરા,તા.12 ઓક્ટોબર 2023,ગુરૂવાર

માતાજીની ભક્તિ અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રી મહોત્સવમાં ગરબા સહિત દાંડિયા-રાસનું પણ ખૂબ મહત્વ હોય છે. પરંતુ હવે બજારમાં ચાઈનીઝ દાંડિયા આવી ગયા હોવાથી વડોદરા શહેરના લહેરીપુરા ખરાદી વાડમાં દાયકાઓથી વસતા ખરાદીઓ વર્ષોથી રંગબેરંગી દાંડિયા બનાવતા હતા. આ દાંડિયા ની માંગ વિદેશમાં પણ ખૂબ હતી જેથી વડોદરાના ખરાદીઓના દાંડિયા વિદેશ પણ જતા હતા. પરંતુ હવે રાતી ના ગરબા ચાઈનીઝ બજારમાં આવી જતા ખરાદીઓના દાંડિયાની ડિમાન્ડ બજારમાં ચાઈનીઝ દાંડિયા આવી ગયા છે. જેથી રંગબેરંગી દાંડિયાની ડિમાન્ડ ઘટી ગઈ છે. કારણ કે ચાઈનીઝ દાંડિયા ખરાદીઓના દાંડિયા કરતા અડધા ભાવે મળે છે. વર્ષોથી દાંડિયા બનાવતા આ કારીગરો હવે દાંડીયા બનાવવાનું છોડી દઈને નોકરી ધંધો શોધી રહ્યા છે. બજારમાં ખરાદીઓના દાંડિયાનો ખુબ ભરાવો થઈ ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં લહેરીપુરા દરવાજા પાસે આવેલા ખરાદીવાડમાં ખરાદીઓ નવરાત્રી પર્વ નિમિત્તે વર્ષોથી દાંડિયા બનાવતા હતા અને ખરાદીઓના દાંડિયાની નવરાત્રી નિમિત્તે ખેલૈયાઓમાં ખૂબ મોટી માંગ હતી.

પરંતુ હાલમાં ચાઈનીઝ દાંડિયા બજારમાં આવી જતા અને આ દાંડિયા પ્રમાણમાં ખૂબ જ સસ્તા એટલે કે લગભગ અડધા ભાવના હોય છે અને આ દાંડિયા ની ખરીદી ખેલૈયાઓ ધૂમ કરી રહ્યા છે ત્યારે હવે ખરાદીઓના દાંડિયાની ડિમાન્ડ રહી નથી ખૂબ જ ઓછી થઈ ગઈ છે પરિણામે વર્ષોથી રોજી રોટી કમાતા અને પરિવારનું ગુજરાન ચલાવતા દાંડિયાના કારીગરો હવે બેકાર થઈ ગયા છે અને નોકરી ધંધા તરફ વળ્યા છે જ્યારે બીજી બાજુ ગરબા ગ્રાઉન્ડની આસપાસ ચાઈનીઝ દાંડિયા અડધા ભાવે મળતા હોવાથી ખેલૈયા રંગબેરંગી દાંડિયા ખરીદતા નથી.


Google NewsGoogle News