અમદાવાદ-ભરૂચના હાઇવેથી વડોદરાના પ્રવેશ દ્વાર સમાન સરદાર એસ્ટેટ, વાઘોડિયા રોડ અને સોમા તળાવ વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
અમદાવાદ-ભરૂચના હાઇવેથી વડોદરાના પ્રવેશ દ્વાર સમાન સરદાર એસ્ટેટ, વાઘોડિયા રોડ અને સોમા તળાવ વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ 1 - image

વડોદરા,તા.25 નવેમ્બર 2023,શનિવાર

વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદે દબાણો માથાના દુખાવા રૂપ બન્યા છે જ્યારે બીજી બાજુ પૂર્વ વિસ્તારના શહેરના વિવિધ પ્રવેશ દ્વાર સમાન સરદાર એસ્ટેટ વાઘોડિયા રોડ અને કપુરાઈ ચોકડી હાઇવે નજીકના રોડ સુધીમાં બંધાયેલા કાચા પાકા સેડ અને ઝૂંપડાઓ સહિત 47 જેટલા ગેરકાયદે બાંધકામો પર પાલિકા તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારમાંથી સમયાંતરે ગેરકાયદે દબાણો દૂર કરતી પાલિકા તંત્રની દબાણ શાખા નવા વર્ષના વેકેશન બાદ પુન: એક્શનમાં આવી ગઈ છે ત્યારે અમદાવાદ સુરતના હાઇવેથી શહેરમાં પ્રવેશવાના સરદાર એસ્ટેટથી હાઇવે સુધી અને વૃંદાવન ચોકડીથી વાઘોડિયા રોડ હાઇવે સુધી તથા ડભોઇ-સોમા તળાવ રોડથી કપુરાઈ હાઇવે સુધીના વિસ્તારમાં વાહન રીપેરીંગ કરનાર કારીગરોએ બનાવેલા ગેરકાયદે શેડ, આ વિસ્તારમાં ઠેર ઠેર બંધાયેલા ગેરકાયદે ઝુંપડા તથા સીઝનલ ફ્રુટ નો વેપાર ધંધો કરવા ગેરકાયદે શેડ બાંધનાર વેપારીઓ તથા દુકાનદારોએ પોતપોતાની દુકાન આગળ દિવાળીના દિવસોથી વેપાર ધંધો વધારવાના ઇરાદે બનાવેલા હંગામી શેડ સહિત આ વિસ્તારમાં ઠેર ઠેર ગેરકાયદે દબાણનો રાફડો ફાટ્યો હોવાની ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી

જેથી પાલિકા તંત્રની દબાણ શાખાએ ગઈ સાંજે બુલડોઝરના સહારે બે કલાકમાં 47 જેટલા ઝૂપડા અને શેડ ઉપર પાલિકા તંત્રનું દબાણ શાખાનું બુલડોઝર ફરી વળતા તમામ ગેરકાયદે દબાણોનો સફાયો થયો હતો.


Google NewsGoogle News