સસરા અને કાકા દ્વારા છેડછાડ, અડપલા કરતા હોવાની પુત્રવધૂની પોલીસ ફરિયાદ
દહેજના લાલચુઓએ માનવતા નેવે મુકી
ગાડીની માંગણી નહીં સંતોષાતા ત્રાસ : દિકરી જન્મતા પથરો જણ્યાના મેણા મારીને છુટાછેડા લઇ લેવા માટે દબાણ કરાયું
અમદાવાદના યુવકને વર્ષ ૨૦૨૬માં પરણેલી પરિણીતાને સવા ચાર
વર્ષની દીકરી છે. તેણે ફરીયાદમાં આક્ષેપ કર્યો છે, કે લગ્નના ત્રણ મહિના પછી સાસરીમાં દેહજની માંગણીઓ શરૃ થઇ
હતી. પતિ અને સાસુ સસરા પિયરથી ગાડી લાવી દેવાની માંગ કરતાં હતાં. દરેક વાતે કંઇને
કંઇ સંભળાવતા હતાં. વધુમાં આક્ષેપ કર્યો છે,
કે કામ કાજના બહાને નજીક આવીને સસરા છેડછાડ પણ કરતાં હતાં. પરંતુ તે વાતોને
પતિ સાંભળતો જ ન હતો અને વધારામાં ત્રાસ ગુજારતો હતો. અવારનવાર આવીને નણંદ અને
નણદોઇ પણ સોના ચાંદીના દાગીનાની માંગણી કરી ઝગડા કરતા હતા.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે, કે જ્યારે પ્રેગ્નન્સી
રહી ત્યારે વગ વાપરીને સસરાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગર્ભ પરિક્ષણ કરાવ્યુ
હતું. જ્યારે પેટમાં દીકરી હોવાનું જણાતા વધુ ત્રાસ ર્તાવવાનું શરૃ કરાયુ હતું.
દરમિયાન પ્રસંગમાં આવેલા કાકાજીએ નશાની હાલતમાં હાથ પકડી છેડતી કરીને તું મને
વિડિઓ કોલ કરજે તેમ કહ્યું ત્યારે આ મુદ્દે પણ પતિને કહ્યુ હતું. પરંતુ સ્થિતિ
બદલાઇ ન હતી. વધારામાં જ્યારે દીકરીને
જન્મ આપ્યો ત્યારે પથરો જણ્યો છે. તેવા મેણાં મારીને વધુ ત્રાસ ગુજારવાની સાથે
તરછોડી દઈ છૂટાછેડા આપવાની માંગ કરવા લાગતા આખરે પિયર આવી જઇને પોલીસનું શરણુ લીધુ
હતું.