વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ જારી : રૂ.10 હજારની વસુલાત

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ જારી : રૂ.10 હજારની વસુલાત 1 - image

વડોદરા,તા.19 ડિસેમ્બર 2023,મંગળવાર

વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે ,ઉત્તર વિભાગમાં મહેસાણા નગર સહિત ગેંડા સર્કલ તથા સમતા વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાએ સપાટો બોલાવ્યો છે. એક ટ્રક જેટલો માલ સામાન કબ્જે કરીને રૂ.10 હજાર દંડ પેટે વસૂલ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં ચારે બાજુએ ઠેક ઠેકાણે ગેરકાયદે લારી ગલ્લા વાળાના દબાણો થઈ ગયા છે. ઇનામેલા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફનો સામનો કરવો પડે છે ત્યારે લાલબાગ ઓવરબ્રિજ ની નીચે પડી રહેતા શ્રમજીવીઓ-ભંગારીયાઓને ખદેડી દેવાયા હતા તેમના માલ સામાન પેટે પાલિકા તંત્રની દબાણ શાખાએ રૂપિયા 10 હજાર પેટે વસૂલ કર્યા હતા. 

જે રીતે શહેરના ઉત્તર વિસ્તારમાં આવેલા મહેસાણા નગર ચાર રસ્તા થી ગરબા ગ્રાઉન્ડ સુધીના વિસ્તારમાં ગેરકાયદે અનિંગો જમાવનાર લારી ગલ્લા પથારા વાળાઓને ખદેડીને એક ટ્રક જેટલો માલ સામાન દબાણ શાખાએ કબજે કર્યો હતો. 

આવી જ રીતે ફતેગંજ ગેંડા સર્કલ વિસ્તારમાંથી કાયદે ખડકાયેલી લારી ગલ્લા પથારાવાળાઓને ખસેડીને પાલિકા તંત્રે કેટલોક માલ સામાન કબ્જે કર્યો હતો. આ ઉપરાંત ગોરવા સંસ્થા વિસ્તારમાં ફૂટપાથ પર અડીંગો જમાવીને પડી રહેલા કેટલાક શ્રમજીવીઓને પણ ખધેડીને દબાણ શાખાએ ફૂટપાથ ખુલ્લો કરાવ્યો હતો.


Google NewsGoogle News