રાવપુરાના ટેલર સાથે અંગત સબંધો રાખનાર મહિલાના વીડિયો ઉતારી રૃ.25 લાખની માંગણી

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
રાવપુરાના ટેલર સાથે અંગત સબંધો રાખનાર  મહિલાના વીડિયો ઉતારી  રૃ.25 લાખની માંગણી 1 - image

વડોદરાઃ રાવપુરા વિસ્તારના ટેલર સાથે અંગત સબંધો રાખનાર મહિલાના ફોટા અને વીડિયો ઉતારી બ્લેકમેલ કરાતાં આખરે તેણે પોલીસની મદદ લીધી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,મહિલાને વર્ષ-૨૦૧૭થી રાવપુરા જીપીઓ નજીક સુશોભન સ્ટોર પર રહેતા અને અલ્ટ્રા મોર્ડન ટેલરના સંચાલક કલ્પેશ હરિવદન સુરતી સાથે મિત્રતા થઇ હતી અને ત્યારબાદ બંને વચ્ચે અંગત સબંધો થયા હતા.

કલ્પેશે મહિલાના અંગત પળોના ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા અને ત્યારબાદ મહિલા સાથે જબરદસ્તી કરવા માંડી હતી.મહિલાએ તેની સાથે સબંધ રાખવાનો ઇનકાર કરતાં કલ્પેશે સોશ્યલ મીડિયાના સ્ટેટસમાં મહિલાની વાંધાજનક ક્લીપો  પણ મૂકી હતી.

પોલીસે કહ્યું છે કે,મહિલા,તેના પરિવાર જનો અને મહિલાના બોસને પણ આરોપીએ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી અને મહિલા પાસે રૃ.૨૫ લાખની માંગણી કરતો હતો.જેથી હરણી પોલીસ સ્ટેશનમાં કલ્પેશ સામે બળજબરી પૂર્વક નાણાં પડાવવા તેમજ આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


Google NewsGoogle News