કિશનવાડી પાસે કોર્પોરેશને બનાવેલ ડમ્પિંગ યાર્ડ દૂર કરવા માંગ

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
કિશનવાડી પાસે કોર્પોરેશને બનાવેલ ડમ્પિંગ યાર્ડ દૂર કરવા માંગ 1 - image


વડોદરા, તા. 13 ફેબ્રુઆરી 2024 મંગળવાર

કિશનવાડી ગધેડા માર્કેટ પાસે પાલિકા દ્વારા ડોર ટુ ડોર ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવેલ છે. ત્યાં રોજે રોજ કચરો ઠાલવવામાં આવે છે. તેના કારણે અહીં ખૂબ જ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે. જેના કારણે આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યાં છે. ગંદકીને કારણે ત્યાં બીમારીઓ પણ વધી રહી છે જે માનવ જીવનના સ્વાસ્થ્ય માટે બહુ મોટી અને ગંભીર બાબત છે. ગંદકીના સામ્રાજ્યને લીધે અલગ અલગ રોગો અને બીમારી ફેલાતા અટકાવવા માટે તાત્કાલિક કચરાનો ડમ્પિંગ યાર્ડ બંધ કરવામાં આવે તેવી રજૂઆત સાથે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે ડે.મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. કચરાના ડમ્પીંગ યાર્ડની બાજુમાં પાલિકાની માલિકીનો પ્લોટ આવેલ છે જેની ઉપર બિનઅધિકૃત રીતે દબાણ થયેલ છે જેને તત્કાલ ધોરણે દૂર કરવામાં આવે એવી માંગ કરાઇ છે.


Google NewsGoogle News