સરકારી કર્મચારીઓની જેમ સામાન્ય મતદારને પણ પોસ્ટલ બેલેટથી વોટિંગની તક આપવા માગ
Postal Ballot in Loksabha Election : કોરોના નિમોનિયા સહિતના રોગચાળાને કારણે લોકો મુશ્કેલીમાં છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં તેઓ મતદાન કરી શકે તે માટે સરકારી કર્મચારીઓની જેમ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવાની માંગણી કરવામાં આવી છે.
સામાજીક કાર્યકર અરવિંદ સિંધા દ્વારા મુખ્ય ચુંટણી કમિશ્નર તથા કલેકટરને આવેદનપત્ર એનેયાત કરી રજૂઆત કરવામાં આવી છે કે, વડોદરા અને સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસો, ન્યૂમોનિયા અને હાર્ટ એટેકનાં કેસોમાં ખૂબ મોટી સંખ્યામાં વધારો થયો છે. હાલમાં લોકસભાની ચૂંટણી યોજવામાં આવી રહી છે તેમાં સરકારી કર્મચારીઓની સાથે પ્રજાને પણ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાનનો લાભ આપી કોરોના જેવી ઘાતક બિમારીમાંથી બચાવવામાં આવે.
અત્યારે વડોદરા અને ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે. ન્યૂમોનિયા અને હાર્ટ એટેકનાં કેસોમાં ઝડપથી વધારો થયો છે. વાતાવરણમાં ઓક્સીજનનું પ્રમાણ પણ ઓછું થવાથી ઉકળાટ, ગભરાટ વધુ જોવા મળ્યો છે. યુવા વર્ગમાં પણ એટેકનું પ્રમાણ વધી ગયું છે. આ બાબતને ધ્યાનમાં લઇ લોકસભાની ચૂંટણી યોજવામાં આવી રહી છે તેમાં સરકારી કર્મચારીઓને બેલેટ પેપરથી મતદાનની વ્યવસ્થા સાથે તમામ પ્રજા પણને પણ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની મંજૂરી ઈલેકશન કમિશન દ્વારા આપવામાં આવે જેથી કોરોના જેવી ઘાતક બિમારીમાંથી પ્રજા બચે તેવો પ્રજાહિતમાં નિર્ણય લેવાવવો જોઈએ.