Get The App

વડોદરામાં બે દિવસ અડધી બસો નહીં દોડતા ભારે દંડ વસૂલ કરવા માગ

તા.૨૧ અને ૨૮ બે દિવસ અડધી બસો ભાજપ માટે ફાળવતા લોકો અટવાયા

Updated: May 1st, 2024


Google News
Google News
વડોદરામાં  બે દિવસ અડધી બસો નહીં દોડતા ભારે દંડ વસૂલ કરવા માગ 1 - image

વડોદરા, તા.1 વડોદરા શહેરમાં વિનાયક લોજિસ્ટિક સિટિ બસો ચલાવે છે, જેણે તા.૨૧ અને ૨૮ એપ્રિલ બે દિવસ સુધી ૫૦ ટકા બસો નક્કી કરેલા રૃટ પર સમયસર નહીં દોડાવતા તેની પાસેથી હેવી પેનલ્ટી વસૂલ કરવા કોર્પો.માં વિરોધ પક્ષે માગ કરી છે.

મ્યુનિ. કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં વિપક્ષે કહ્યું છે કે વિનાયક દ્વારા રોજ ૧૬૦ બસો નિર્ધારિત ૬૦ રૃટ ઉપર દોડાવવાની છે, પરંતુ ૧૧૦ બસોજ દોડે છે. કરાર મુજબ જો નિર્ધારિત રૃટ ઉપર બસ દોડે નહીં તો તેના પર પેનલ્ટી લાગે. ગઇ તા.૨૧ના રોજ માન. મુખ્યમંત્રીની જાહેર સભા ચૂંટણી પ્રચાર અર્થે સમતા ખાતે રાખવામાં આવી હતી, તે વખતે પત્ર લખીને રજૂઆત કરી હતી કે ૫૦ ટકા બસો આ દિવસે રૃટ ઉપર બસો ફરી નથી જેથી લોકોને પડેલી અવગડતા બદલ હેવ પેનલ્ટી વસુલ કરવી જોઇએ. બ્લેક લિસ્ટ કરવો જોઇએ. તા.૨૮ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રીના રોડ શોમાં જનમેદની ભેગી કરવા ૬૦ બસો ભાજપને ફાળવતા ફરી ૫૦ ટકા રૃટ ઉપર આ દિવસે પણ બસો દોડી નહતી. આમ બંને દિવસે બસો રાજકીય પક્ષના કાર્યક્રમ માટે દોડી હતી, અને તેના લીધે લોકો અટવાઇ ગયા હતા,તેમ વિપક્ષના નેતાનું કહેવું છે.



Tags :
demandpenaltyforcitybus

Google News
Google News